તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:બજાણાના શિક્ષકનું બાઈક સ્લીપ થતાં અકસ્માતમાં મોત, રોડના કામમાં ડાયવર્ઝનની વ્યવસ્થાના અભાવે અકસ્માત થયાની રાવ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકી બાઇક સ્લીપ થતા મોત નિપજ્યું હતું.જે અંગેની તેમના ભત્રીજા દ્વારા પોલીસાં ફરિયાદ નોંધાવતા ઉલ્લેખ કર્યો છે કે,હાલ લાલપુર રોડનું કામ ચાલુ છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી બાઇક સ્લીપ થતા બેદરકારીના લીધે અકસ્માત થયો હોવાનું ઉલ્લેખ કર્યો છે.

ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેભાઇ ધનાભાઇ ગોજીયા (ઉ.વ.53) નામના શિક્ષક બાઇક લઇને ખંભાળિયા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.દરમિયાન બજાણા નજીક બાઇક સ્લીપ થતા અકસ્માતમાં મોત નિપજ્યું હતું.મૃતકના ભત્રીજા જગદીશભાઇ અરશીભાઇ ગોજિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે,જેમાં નોંધાવ્યું છે કે,લાલપુર રોડનું જે કામ ચાલુ છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડાઇવર્ઝની કોઇ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.તેમજ આડેધડ ઉંડા ખોદકામ કરીને સાઇન બોર્ડ મુક્યા વગર કામ ચાલી રહ્યું છે.કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે અકસ્માત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કોન્ટ્રાક્ટર સામે આઇપીસી 304 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...