જામનગરમાં યુવાનનું અપહરણ કરી હુમલાના કેસમાં અદાલતે આરોપીના જામીન રદ કર્યા છે. નાણાંની વસૂલાત માટે ચાર શખસોએ યુવાનને ગોંધી રાખી ઢોર માર મારી રૂ.20 લાખ આપવાની બળજબરીથી કબૂલાત કરાવી હતી. જામનગરમાં હરિયા કોલેજ પાછળ રહેતા અરવિંદભાઇ સંઘાણીએ પોતાના પત્નીની સારવાર કરાવવા આશીષ ચાંદ્રા પાસેથી રૂ.7 લાખ 5 ટકા વ્યાજે લીધા હતાં. જેનું અરવિંદભાઇ નિયમિત વ્યાજ ચૂકવતા હતાં. આમ છતાં આશિષે ફોન કરી અરવિંદભાઇ પાસે રૂ.20 લાખની માંગણી કરી હતી.
પરંતુ નાણાં ન આપતા આશીષ, જીગ્નેશ ઉર્ફે જીગો ચાંદ્રા, હાર્દિક ભટ્ટી અને એક અજાણ્યા શખસે કાવતરૂં રચી અરવિંદભાઇનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો હતો. 20 લાખ આપવાની બળજબરીથી કબૂલાત કરાવી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ચાર પૈકી આરોપી હસમુખ ઉર્ફે હરસુખ રાઘવજી નંદાએ જામનગરની સેશન્સ અદાલતમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. જે ચાલી જતાં જિલ્લા સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપીની જામીન અરજી રદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.