તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:યૌનશોષણ પ્રકરણમાં બંને આરોપીની જામીન અરજી રદ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એલ.બી. પ્રજાપતિ અને અકબરઅલીને જેલહવાલે કરાયા
  • વધુ નામ ખુલશે કે પછી પડદો પડી જશે તેના પર સૌની મીટ

જામનગરની જી.જી.હોસ્પિટલની કોવિડ હોસ્પિટલના યૌનશોષણ પ્રકરણમાં આરોપી એલ.બી. પ્રજાપતિ અને અકબરઅલીની જામીન અરજી અદાલતે રદ કરતા બંનેને જેલહવાલે કરાયા છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણ કરવામાં આવ્યાના એટેન્ડન્ટ યુવતીઓએ જાહેરમાં આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. બનાવના પગલે સફાળી જાગેલી રાજય સરકારે તપાસનો આદેશ આપતા કલેકટરની સૂચનાથી તપાસ કમીટીની રચના કરી એટેન્ડન્ટ યુવતીઓના નિવેદન લેવામાં આવ્યા હતાં.

આ મુદે સામાજીક સંસ્થાઓ અને મહિલા આગેવાનોએ રજૂઆતો અને આંદોલન પણ કર્યા હતાં. આથી આ પ્રકરણમાં આખરે જી.જી.ની કોવિડ હોસ્પિટલના સુપરવાઇઝર એલ.બી.પ્રજાપતિ અને અકબરઅલી સામે જાતિય સતામણીનો ગુનો નોંધાયો હતો. જેમાં બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મળતાં પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. આ પ્રકરણમાં બંને આરોપીએ જામનગરની અદાલતમાં જામીન અરજી કરી હતી. જે ચાલી જતાં અદાલતે બંનેની જામીન અરજી નામંજૂર કરી જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...