વિંછીનો દંશ:ધ્રોલના માણેકપર સીમમાં વિંછીના દંશથી બાળાનું મોત

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશી ઉપચાર બાદ અચાનક ઝેર ચડતા દમ તોડ્યો

ધ્રોલ તાલુકાના માણેકપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અદેસીંગ વાકડીયાભાઇ ભુરીયાની પુત્રી મુન્ની (ઉ.વ.14) ગત તા.9ના રોજ વાડીએ ખડમાં રમતી હતી ત્યારે તેને ઝેરી વિંછી કરતા જતા બેશુધ્ધ બની ગઇ હતી.જેની જાણ થતા લૈયારા સીમમાં દેશી ઉપચાર કરાવતા થોડુ સારૂ થયુ હોવાનુ હતુ.

જે બાદ અચાનક તેણીને ઝેર ચડતા કંઇ બોલતી ન હોવાથી તુરંત ધ્રોલની સરકારી હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.આ બનાવની ઇસમાલભાઇ વાકડીયાભાઇએ જાણ કરતા ધ્રોલ પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનુ પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક બાળા તેના કાકા સાથે રહેતી હોવાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...