તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકર ટેકરીની ઘટના:દાંડિયારાસ ચાલુ હતા ત્યારે પૂરપાટ બાઈક ચલાવવાની ના પાડતા બબાલ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રહીશો દ્વારા રજૂઆત, પોલીસની ત્વરિત કાર્યવાહીથી મામલો થાળે પડ્યો

જામનગરના શંકરટેકરીમાં લગ્નના દાંડીયા રાસ વેળા જ પુરપાટ વેગે બાઇક હંકારી નિકળવા મામલે શખ્સે બબાલ સર્જી હોવાના મામલે સ્થાનિક રહીશો દ્વારા બહોળી સંખ્યામાં રજુઆત અર્થે પોલીસ મથકમાં પહોચ્યા હતા જેમાં પોલીસે તુરંત ગુનો નોંધી આરોપીને સંકજામાં લેતા મામલો થાળે પડયો હતો.

શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં પંચશીલ નગર વિસ્તારમાં રહેતા એક પરીવારના ઘરે લગ્નના દાંડીયારાસનો કાર્યક્રમ હતો જે વેળાએ તેજ વિસ્તારમાં રહેતો એક શખ્સ ફુલ સ્પીડમાં બાઇક લઇ પસાર થયો હતો જેથી જે તે સમયે હાજર વ્યકિતઓએ તેને અટકાવી આવી રીતે વાહન લઇ ન નિકળવા માટે જણાવ્યુ હતુ.જેથી એકદમ ઉશ્કેરાયેલો શખ્સે રોફ જમાવી અપશબ્દો ઉચ્ચારી ચાલ્યો હતો હતો.

બનાવ મામલે મોડેથી ઘરધણી અને પરીવારે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે,આ શખ્સે વધુ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ધાકધમકીઓ ઉચ્ચારી હતી.જેના પગલે સ઼બંધિત વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા અને સીટી સી પોલીસ મથકમાં પહોચી જઇ પગલા ભરવા રજુઆત કરી હતી જેથી ત્યાં સ્ત્રી પુરૂષોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.

આ મામલે યોગેશભાઇ કરશનભાઇ પરમારની ફરીયાદ પરથી પોલીસે હાજી અબ્બાસભાઇ ખફી(રે.શંકર ટેકરી) સામે ગાળો ભાંડી ધમકી આપવા મામલે ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી હતી.જેના પગલે સમગ્ર મામલો થાળે પડયો હતો તેમજ લોકો પણ વિખેરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો