તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢોંગી નો પર્દાફાશ:જામનગરમાં દોરાધાગા કરી કેન્સર મટાડવાનો દાવો કરનાર બાબા ઝડપાયો, દોરાધાગાના નામે લોકો પાસેથી 5 હજારથી લઈ 1 લાખ રૂપિયા પડાવતો

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ્ઞાન જાથાની ટીમે ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ કર્યો

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાનજાથા ને મળેલી માહિતીના આધારે આજે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ કર્યો હતો. આ ઢોંગી બાબા કેન્સરના દર્દીને સાજા કરવાના દોરાધાગા અને કોરોનાની રસી ભ્રમકતા ફેલાવવા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. દોરાધાગાના નામે લોકો પાસેથી 5 હજારથી લઈ 1 લાખ રૂપિયા પડાવતો હોવાનો પણ ચોંકા્વનારો ખુલાસો થયો છે.

શંકર ટેકરી વિસ્તારમાં એક અરજદારે કેન્સરના દર્દી છે તેની પાસે મુંજાવરે ઘરમાં મેલી વસ્તુ પડી છે તે કાઢવી પડશે અને વિધિવિધાન કરવાથી થઇ જશે તો કેન્સર મટી જશે તેવું જણાવી અલગ અલગ રીતે વીસ હજાર હજાર જેટલી રકમ પડાવી હતી.આ મુંજાવર ભવિષ્યમાં ગુનો આચરે તેમ હોય અને ગુનો અટકાવવો જરૂરી છે આ અંગેની વિગતો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા પોતાની ટીમ સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સાથે રાખીને મુંજાવર ધતિંગ લીલા ખુલ્લી કરવા અને મુંજાવર કોરોનાની રસી વિષે પણ ભ્રામકતા ફેલાવે છે તે અટકાવવું જરૂરી છે જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા કિશાન ચોક રોડ પર ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા મુંજાવર બોદુ અલારખા નામના શખ્સના ધતિંગનો પર્દાફાશ કર્યો હતો પોતાને દસ વરસથી દાવલશા પીરનો મુંજાવર છે તેવું જાહેર કર્યું હતું.વિજ્ઞાન જાથાએ કામગીરી કરીને તેની પાસે 'દોરાધાગા અને અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું' તેવું પાટી પર બોર્ડ સાથે એકરાર કર્યો હતો. જેમાં સમગ્ર મામલો પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી કરતા આ વિસ્તારમાં દોરા ધાગા કરતા ઢોંગી બાબા પર દરોડાના પગલે ટોળા પણ એકત્રિત થયા હતા.

તંત્ર-મંત્રના નામે લોકો પાસેથી મોટી રકમ પડાવતોજે વિધિ ના 5000 હજારથી માંડીને 1 લાખ સુધી વસૂલે છે અને તે રોગો મટાડવો તથા તાવીજ બનાવવું વસ્તુ કાઢી આપવામાં નિષ્ણાત છે તેમ કહીને મંત્રેલું પાણી આપવું ઇલમ થી સાજા કરવા, ભૂત પિશાચ વળગાળ, ખવીસ કાઢવા વિધિ કરી બીમારી લાગે છે. જામનગરના કેન્સરના દર્દી એ વિજ્ઞાન જાથાના કાર્યાલય માહિતી આપી તેમાં મૂંઝાવરે કેન્સરનું દર્દ મટી જશે મેલી વસ્તુ કાઢવી પડશે તેવું જણાવી 20 હજાર રૂપિયા લઇ ગયા ઘરમાં ખાડો ખોદતા પકડાઈ જતાં નાસી છૂટેલા બાદ વિજ્ઞાન જાથા ને માહિતી આપી હતી.

જ્યારે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં મુંજાવર કેન્સરના દર્દીને સાજા કરવા કોરોનાના રસી ની ભ્રામકતા ફેલાવતો હોય ભવિષ્યમાં ગુનો અટકાવવા તથા ની ટીમે પોલીસ મદદ આપવા અંગે જાથાના ચેરમેન જયંત પંડયા દ્વારા જામનગરના એસપી ને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અને પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...