તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:આયુર્વેદિક ઔષધિ સંશમની વટીનું નિ:શુલ્ક વિતરણ કરાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો અને ફ્રન્ટલાઈન કર્મીઓને અપાશે
  • સ્વતંત્રતાના 75માં વર્ષ અંતર્ગત કાર્યક્રમ

જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાન દ્વારા ભારતના આઝાદીના અમૃત વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વરિષ્ઠ નાગરિકો તથા કોરોના ફ્રન્ટલાઈન કર્મીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક ઔષધિ સંશમની વટીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે તો શહેરીજનોને લાભ લેવા જણાવાયું છે.

ભારતની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના ભાગ રૂપે જામનગરમાં આવેલા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી એન્ડ રિસર્ચ આયુર્વેદ દ્વારા જામનગરના તમામ નાગરિકો અને ખાસ કરીને 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને તથા ફ્રન્ટલાઈન વોરીયર્સને આગાતી તા. 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક સંશમની વટીનું વિતરણ ઓપીડી નંબર 6 ઇન્સ્ટિટયૂટ ઓફ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદમાં સવારે 9 થી 12 અને સાંજે 4 થી 5:30 તથા શનિવારે સવારે 9 થી 12 નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તદઉપરાંત ડાયટ અને લાઇફ સ્ટાઇલ અંગે પણ માહિતી આપવામાં આવશે. આ વટીનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...