તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔષધિ વિતરણ:જામનગરમાં આયુર્વેદનું સુરક્ષા કવચ, લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ITRA તથા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ઉકાળા, સંશમવટી આપવામાં આવી

જામનગરની ITRA તેમજ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારના રહીશોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઔષધીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ બંને વિભાગો દ્વારા છેલ્લા ચાર માસમાં જામનગર જિલ્લામાં 1,26,297 વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 13,641 વ્યક્તિઓને સંશમવટીનું અને 85,224 વ્યક્તિઓને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉકાળા, સંશમ વટીનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું

જામનગર જિલ્લો આયુર્વેદ ચિકિત્સામાં ગુજરાતમાં મોખરે ગણાય છે. કોરોના વાયરસની મહામારી સામે આયુર્વેદ વિભાગ દ્વારા રોગપ્રતિકારકશક્તિને વધારી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળા, સંશમ વટી વગેરેનો ઉપયોગ કરવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરની આયુર્વેદ ચિકિત્સા માટે પ્રસિદ્ધ ITRA અને જામનગરની આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા કોવિડ-19 ના નિયંત્રણ માટે જિલ્લા આયુર્વેદ અધિકારી,

જામનગરના નિયંત્રણ હેઠળના 8 આયુર્વેદ તેમજ 4 હોમિયોપેથી દવાખાના અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-જોડિયા દ્વારા લોકોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારી આ સંક્રામક બીમારી સામે લડત કરવા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

જિલ્લામાં 1,26,297 વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

જામનગરની ITRA તેમજ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારના રહીશોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઔષધીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને વિભાગો દ્વારા છેલ્લા ચાર માસમાં જામનગર જિલ્લામાં 1,26,297 વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 13,641 વ્યક્તિઓને સંશમવટીનું અને 85,224 વ્યક્તિઓને આર્સેનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.

673 સ્થળ પરથી 13,641 લોકોને સંશમની વટી અપાઇ

જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.સંજય મોઢાએ આ અંગે જણાવ્યું છે કે, છેલ્લા થોડાક સમયથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે કોરોનાને નાથવા માટે વ્યક્તિની આંતરિક રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી અત્યંત જરૂરી છે. આથી જામનગર જિલ્લાના ગ્રામ્યજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે તેવા આયુર્વેદ ઉકાળા ગામે ગામ મળી રહે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ કચેરી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ચાર માસ દરમિયાન ગ્રામ્ય વિસ્તાર તથા જામનગર શહેરમાં પણ 923 સ્થળ પરથી 1,19,953 લોકોને ઉકાળા વિતરિત કરવામાં આવ્યા છે. જ્યારે 673 સ્થળ પરથી 13,641 લોકોને સંશમની વટી અને 488 સ્થળ પરથી 85,224 આર્સેનિક આલ્બમનું વિતરણ કરાયું છે.

આયુર્વેદ ઔષધીઓના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી

ITRA ના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકરે જણાવ્યું છે કે, છેલ્લા ચાર માસમાં જામનગર શહેરમાં 20,436 લોકોને ઉકાળા વિતરણ કરી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા પ્રયત્નો હાથ ધરાયા છે. 603 લાભાર્થીઓને સંશમની વટી,127 લોકોને આર્સેનિક આલ્બમનું વિતરણ કરી લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની તંત્રએ તકેદારી લીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાના તાલુકાઓ સુધી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ ઔષધીઓના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગરની જનતાને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું

તેમજ જામનગર મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ સ્થળોએ દૈનિક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં લોકો સતત આયુષ મંત્રાલયના સૂચનોને અનુસરીને આ મહામારીમાં સ્વસ્થ જીવન મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જેમાં આયુર્વેદ શાખાના માર્ગદર્શન થકી જામનગરની જનતાને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો