શિલાન્યાસ કાર્યક્રમ:જામનગરમાં આયુર્વેદ રિચર્સ સેન્ટરથી વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક સ્થળે સ્થાન મળશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન કેન્દ્રનો શિલાન્યાસ
  • પ્રધાનમંત્રીનું બપોરે 1.15 કલાકે આગમન થશે, બપોરે 3.30 કલાકે કાર્યક્રમના સ્થળે જશે, 5.45 કલાકે રવાના થશે

જામનગર નજીક ગોરધનપર ખાતે તા.19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌ પ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. ભારતના પ્રધાનમંત્રીનું બપોરે 1.15 કલાકે આગમન થશે, સર્કીટ હાઉસમાં રોકાણ કરી બપોરે 3.30 કલાકે કાર્યક્રમના સ્થળે જશે, 5.45 કલાકે રવાના થશે. આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહેશે.

વિશ્વમાં પરંપરાગત ચીકીત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે.આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે.

જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે અને પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે.ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.

રીસર્ચ સેન્ટરમાં પરંપરાગત ચિકિત્સાના સંશોધન, શિક્ષણ, માહિતી, પૃથ્થકરણ પર કાર્ય કરાશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. જેમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા 100 બસોની ફાળવણી, મુસાફરો અને વિદ્યાર્થીઓ રઝળી પડયા
તા. 19ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા જામનગર વિભાગ સહિત દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામજોધપુર ડેપોની 100 જેટલી બસોની ફાળવણી કાર્યક્રમમાં કરવામાં આવી છે. આ ફાળવણીના પગલે નાના-મોટા સહિતના રૂટો બંધ કરવામાં આવતા મુસાફરો સહીત અપડાઉન કરતા વિદ્યાર્થીઓની રઝળી પડતા હાલત કફોડી બની જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...