બેદરકારી:આયુર્વેદ હોસ્પિટલમાં ડાયાબિટીસ અને સાંધાના દુ:ખાવાની દવાઓ ખૂટી પડી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરજિયાત પણે બહારથી દવા લેવી પડતા દર્દીઓમાં રોષની લાગણી

જામનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં ડાયાબિટીસ, સાંધાના દુ:ખાવા તથા અન્ય રોગની કાયમી દવાઓનો સ્ટોક ખાલી થઇ જતાં ફરજિયાત પણે બહારથી દવા લેવી પડતા દર્દીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. ઉપરથી દવાનો જથ્થો સમયસર ન આવતો હોવાનો હોસ્પિટલના અધિકારીઓએ બચાવ કર્યો હતો.

શહેરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જુદા જુદા રોગના દર્દીઓ દવા લેવા આવતા હોય છે. જેમાં ડાયાબિટીસ, સાંધાના દુ:ખાવા તેમજ અન્ય દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓને તેલ, ઉકાળા સહિતની દવાઓ ફરજ પરના ડોક્ટર દ્વારા લખી આપવામાં આવે છે. પરંતુ આ દવા હોસ્પિટલ માં મળતી ન હોવાની ફરિયાદો દર્દીઓમાં જોરશોરથી ઉઠી છે. આટલું જ નહીં સાંધાના અને પગના દુ:ખાવા માટે આયુર્વેદિક તેલ પણ ક્યારેક જ મળતું હોવાની રાવ દર્દીઓ કરી રહ્યા છે.

નવાઇની વાત તો એ છે કે, સાંધા અને પેટના દુ:ખાવાની તથા અન્ય કેટલીક દવા પણ અવારનવાર ખાલી થઇ જવાની ફરિયાદ ઉઠી છે. આ કારણોસર દર્દીઓને ફરજિયાત પણે બહારથી મસમોટી રકમ ચૂકવી દવા લેવી પડતા ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે આયુર્વેદના અધિકારીઓએ ઉપરથી દવાનો સ્ટોક સમયસર આવતો ન હોય જેને કારણે દવાની અછત સર્જાઇ રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...