જામનગરની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ દ્વારા આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાનો શનિવારથી પ્રારંભ થયો છે. જેનું ઉદ્ઘાટન સંસદ સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના ધન્વંતરિ ગ્રાઉન્ડમાં 21 માર્ચ સુધી ચાલનાર આયુર્વેદ એક્સ્પોનો હેતુ લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી જન સ્વાસ્થ્યને મજૂબત કરવાનો છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચાલુ વર્ષ 2023 ને 'ઈન્ટરનેશલ યર ઓફ મિલેટ્સ' તરીકે જાહેર કર્યું છે. હાલમાં, સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઇ રહી છે.આ તકે જામનગરના આંગણે રાજ્યમાં સૌપ્રથમ વખત હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો યોજાઈ રહ્યો છે. જેમાં મુલાકાતીઓને સવારે 10:00થી 01: 00 અને સાંજે 04: 00થી 07: 00 વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણની સેવાનો લાભ મેળવી શકશે.
જીવનશૈલી, ઔષધી, ચિકિત્સા પધ્ધતિનું માર્ગદર્શન અપાશે
એક્સપોમાં મુલાકાતીઓ પ્રકૃતિ પરીક્ષણ, જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસની જાણકારી, ઓડિયો- વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓ માટેના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલીનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિની માહિતી, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવા, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ એટલે કે જાડા ધાન્યન વિશેષ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.