“બેટી બચાઓ, બેટી પઢાઓ”:જામનગરના ગુલાબનગરમાં જાગૃતિ રેલી તથા કિશોરીમેળાનું આયોજન, 80 દીકરીઓને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • “બેટી બચાઓ, બેટી પઢાઓ”ની થીમ પર રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન
  • 80 જેટલી દીકરીઓને હાઈજીન કિટ અર્પણ કરાઈ

જામનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જામનગર મહાનગરપાલિકાની આઈ.સી.ડી.એસ. શાખાના સંયુક્ત ઉપક્રમે “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત ગુલાબનગર વિસ્તારમાં એક જાગૃતિ રેલી તથા કીશોરીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે “બેટી બચાઓ, બેટી પઢાઓ”ની થીમ પર રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સમાજમાં દીકરી પ્રત્યે થતાં ભેદભાવો અંગે જાગૃતિ લાવવા અને તેને દૂર કરવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી દીકરીઓમાં રહેલા પોતાના વિચારો રજૂ કરવાનો હેતુ પણ હતો. જેમાં 80 જેટલી દીકરીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે અંગત સ્વચ્છતા, પોષણ વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઉપરાંત કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર, બાળ વિકાસ યોજના અધિકારી હર્ષાબેન જેઠવા, મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી રૂકશાદ ગજણ, પૂર્ણા કન્સલ્ટન્ટ બંસીબેન ખોડીયાર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજિક કાર્યકર હેતલબેન ડોડીયા તેમજ વિસ્તારના આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...