મેન્સ્ટ્રુઅલ હાયઝીન ડે:જામનગરમાં કિશોરીઓ-મહિલાઓમાં માસિક સ્ત્રાવની ગેરમાન્યતાઓ દૂર કરવા જાગૃતિ કાર્યક્રમ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સખી વન સ્ટોપ સેન્ટરના કાર્યક્રમમાં હાઇજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું
  • કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ ​​​​​​​વિભાગની મહિલા કલ્યાણ સબંધી યોજનાઓથી માહિતગાર કરાઇ

28 મે મેન્સ્ટ્રુઅલ હાયઝીન ડે દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. કિશોરીઓમાં અને મહિલાઓમાં માસિક સ્ત્રાવને લઈને જુદી-જુદી ગેરમાન્યતાઓ દૂર કરવા અને લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તેવા હેતુથી આ દિવસની ઉજવણી કરાઇ છે.

આ ઉજવણીના ભાગરૂપે કિશોરીઓ કે મહિલાઓએ રાખવાની કાળજી બાબતે સમજણ આપવા અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર જામનગરના નોડલ ઓફિસર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ સખી-વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા જામનગરના વિવિધ વિસ્તારોમાં કિશોરીઓને તેમજ મહિલાઓને વીડિયોના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને હાઇઝીટ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ સબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, વ્હાલી દીકરી યોજના વગેરે અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન પ્રજાપતિ, આરોગ્ય વિભાગના મીરાબેન સવાનીયા, રામેશ્વર, નવાગામ ઘેડ, મયુરનગર વિસ્તારની મહિલાઓ અને કિશોરીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...