જાગૃતિના કાર્યક્રમોનું આયોજન:જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં બાળલગ્ન અટકાવવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ચાઈલ્ડ લાઈન 1098 દ્વારા આયોજનમાં 70 બાળકો સહિતના કાર્યક્રમમાં જોડાયા

આજે પણ સમાજમાં ભ્રૂણહત્યા, બાળમજુરી અને બાળલગ્ન વિષય પર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી તેને જળ-મૂળથી નાબુદ કરવાના પ્રયત્નો કરવા પડતા હોય છે કારણ કે આજે પણ અમુક સમાજમાં, જ્ઞાતિમાં કે સમુદાયમાં બાળલગ્ન કરાવવા તે સમાન્ય બાબત સમજી કાયદામાં નક્કી કરવામાં આવેલ ઉમર પહેલા જ બાળકોના લગ્ન કરાવવામાં આવતા હોય છે.

આ લગ્નમાં અમુક બાળલગ્ન થવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. જે વિસ્તારમાં બાળલગ્ન થવાની સંભાવનાઓ વધારે હોય છે એવા જુદા જુદા વિસ્તારોમાં સ્વ.જે.વી નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિવધ પોસ્ટરોના માધ્યમથી બાળકો અને વિસ્તારના લોકોને બાળકોના મૂળભૂત અધિકારો, બાળલગ્ન, બાળમજુરી અને જાતીય શોષણ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ પહેલા જો લગ્ન કરવામાં આવે તો તે બાળ લગ્ન છે અને આવા બાળલગ્ન અટકાવવા માટે ચાઈલ્ડલાઈન 1098 અથવા જીલ્લા બાળ સુરક્ષા એકમ (0288) 2571098 અથવા જીલ્લા સમાજ સુરક્ષા તેમજ બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીની કચેરી અથવા 100 નંબર પર એક જાગૃત નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિ માહિતી આપી શકે છે.

બાળલગ્નની માહિતી આપના વ્યક્તિની ઓળખ ગોપનીય રાખવામાં આવશે . આ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 70 બાળકો તેમજ વિસ્તારના લોકો સહભાગી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...