તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટર સ્પર્ધા:બાળકોએ આપ્યો જાગૃતિ સંદેશ: દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હેલ, દીકરી એટલે રોજ દિવાળી, સુખની રેલમછેલ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન અને પોસ્ટર સ્પર્ધામાં 12338 બાળકોએ ભાગ લીધો

આજની કોરોના જેવી મહામારીનાં સમયમાં જનજાગૃતિને વેગ મળે તેમજ દીકરીઓનું શૈક્ષણિક સ્તર વધે અને અધવચ્ચેથી ડ્રોપઆઉટ ન થાય તે આશયથી મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ૧૧ ઓક્ટોબરને ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડની ઉજવણી નિમિત્તે યોજાયેલીજિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન અને પોસ્ટર સ્પર્ધામાં 12338 બાળકોએ ભાગ લીધો હતો.જામનગર જિલ્લા પંચાયતની કુલ ૭૫૪ શાળાઓમાં ધોરણ ૩ થી ૫માં સ્લોગન સ્પર્ધા અને ધોરણ ૬ થી ૮ માં પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા કક્ષાએ ધોરણ ૩ થી ૫ ના જિલ્લામાંથી ૩૦૮૯ કુમાર અને ૩૦૯૨ કન્યાઓ એમ કુલ ૬૧૮૧ બાળકોએ ઓનલાઇન ભાગ લીધો હતો. સી.આર.સી.કક્ષાએ શાળામાંથી આવેલ પ્રથમ ત્રણ શ્રેષ્ઠ કૃતિઓમાં જિલ્લાના કુલ ૭૧ ક્લસ્ટરમાં ૯૬૧ કુમાર અને ૯૪૦ કન્યાઓ એમ કુલ ૧૯૦૧ બાળકોએ ધો. ૩ થી પમાં અને બ્લોક કક્ષાએથી જિલ્લાના છ તાલુકામાં ૬૫ કુમાર અને ૭૫ કન્યાઓ એમ કુલ ૧૪૦ બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ધોરણ-૬થી ૮માં શાળા કક્ષાએ ૩૦૧૭ કુમાર અને ૩૧૪૦ કન્યાઓએ ઓનલાઇન પોસ્ટર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ક્લસ્ટર કક્ષાએ કુલ ૧૯૪૨ અને બ્લોક કક્ષાએ કુલ ૧૪૫ બાળકોએ ભાગ લીધો હતો.

ધોરણ ૩ થી ૮ ના કુલ શાળા કક્ષાએ ૧૨,૩૩૮ જેટલા બાળકોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં સીઆરસી કક્ષાએ પ્રથમ નંબર, બ્લોક કક્ષાએ ૧ થી ૩ નંબર તેમજ જિલ્લા કક્ષાએથી ૧ થી ૩ નંબરને શિલ્ડ, મોમેન્ટો અને પ્રમાણપત્ર પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો