હોળી-ધુળેટીના તહેવારને બે દિવસ બાકી રહ્યા છે. ખાસ કરીને ધુળેટીમાં લોકો એકબીજાને કલર લગાડી હેપ્પી હોલી, સાથે રંગેથી રમતા હોય છે. પરંતુ કલરમાં ધીમે ધીમે કેમિકલનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
જેને કારણે આંખ, ચામડી, વાળને ઘણું નુકસાન થાય છે. કેમિકલયુક્ત કલરથી સૂકા ખરજવા, અન્ય એલર્જી થવાની શક્યતા વધી જાય છે. જો કોઈના પરિવારમાં અસ્થમા, ખરજવું અથવા કોઈ એલર્જી હોય તો આ સમસ્યા થવાની શક્યતા વધુ છે. અન્ય ચામડીની સમસ્યા પણ થઇ શકે છે.
જો પાકો કલર હાથના નખમાં ફસાઈ જાય અને તેને કાઢવામાં ન આવે તો ખોરાકના માધ્યમથી કેમિકલ યુક્ત કલર શરીરમાં પહોંચે છે. જેને કારણે અન્ય રોગ થવાની સંભાવના વધે છે તેમ આયુર્વેદના રસ શાસ્ત્ર વિભાગના ડો. પ્રશાંત બેદારકરે જણાવ્યું હતું.
સમસ્યા ટાળવા આ કરો
ઘરે કેસુડાના ફૂલમાંથી ઓર્ગેનિક રંગ બનાવી શકાય છે
કેસુડાના ફૂલને આખી રાત પાણીમાં પલાળીને રાખવાથી સુગંધિત પીડા નારંગી રંગનું પાણી થઇ જાય છે. ઉપરાંત જો તેનો પાવડરમાં બનાવવો હોય તો ફૂલોને તડકામાં સૂકવી પછી મિક્સરમાં ફેરવવાથી બારીક પાવડર થઈ જશે. અમેરિકન નેશનલ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ માહિતી મુજબ ફ્રાન્સમાં ઈસાબેલ અને ટીમ દ્વારા કરાયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, કેસુડાના ફૂલમાં એન્ટી ઇન્ફ્લામેટરી એક્ટિવિટીની સાથે ચામડીને વૃદ્ધ થતી અટકાવવાની એન્ટિક એજિંગ ઈફેક્ટ પણ છે. અન્ય રિસર્ચ પ્રમાણે કેસુડાના ફૂલમાં કેમોપ્રિવેન્ટીવ અને કેન્સર પ્રોપર્ટી પણ છે. > ડો. જોબન મોઢા, ડેપ્યુટી ડાયરેકટ, ઇટ્રા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.