તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ બીલના વિરોધમાં મંગળવારે ભારત બંધના એલાન વચ્ચે હાલારમાં બંધમાં જોડાવવા અને ન જોડાવવા માટે સત્તાધિશો અને વેપારીઓ તથા ખેડૂતો વચ્ચે વિરોધાભાસ ઉભો થયો છે. યાર્ડના સત્તાધિશો યાર્ડ ખૂલુ રાખવાની અપીલ કરી છે. જ્યારે વેપારીઓએ ખેડૂતો સાથે બંધમાં જોડાવવાની જાહેરાત કરી છે. આમ, બંધની અસર હાલારમાં થશે તે અત્યારથી જ દેખાઈ રહ્યું છે.
જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઠ માર્કેટીંગ યાર્ડ જેમાં સત્તાધિશોએ યાર્ડ ચાલુ રાખવાની જાહેરાત કરી છે તો સામા પક્ષે યાર્ડમાં આવતા વેપારીઓ તથા ખેડૂતોએ બંધમાં જોડાવવાની જાહેરાત કરી યાર્ડ બંધ રાખવાની અપીલ કરી છે.
હાલારમાં આવેલા આઠ માર્કેટીંગ યાર્ડ જેમાં હાપા, કાલાવડ, જામજોધપુર, ભાટિયા, ભાણવડ, ખંભાળિયા, જામજોધપુર અને ધ્રોલમાં વેપારીઓ તથા ખેડૂતો હાજરી આપશે નહીં, પરંતુ સત્તાધિશો યાર્ડ ખૂલ્લું રાખી બંધને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ બંધને લઈને જિલ્લામાં ભારે ઉત્સાહ છે. જ્યારે શહેરમાં બંધની અસર નહિંવત થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
જામનગર શહેર-જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
જામનગર શહેર-જિલ્લામાં મંગળવારે બંધને લઈને પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ખેડૂતો દ્વારા હાઈ-વે કદાચિત જામ કરવામાં આવે કે પ્રદર્શન કરવામાં આવે તો શું પગલાં લેવા તે માટે ઉચ્ચ અધિકારીઓની મિટીંગ મળી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તમામ જગ્યાઓ પર સવારથી જ ગોઠવી દેવામાં આવશે.
જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધમાં જોડાવવા અપીલ
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી અધ્યાદેશ પસાર કરવમાં આવેલ છે. જેના વિરોધમાં ભારતભરના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને કોઇ નિર્ણય નહી કરાતા ખેડૂતો દ્વારા સમસ્ત ભારત બંધનું એલાન 8-12-2020ના અપાયેલ છે. જેના સમર્થનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધને ટેકો આપવામાં આવ્યો છે. જામનગર શહેર અને જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડ વેપારી મંડળો તથા ટ્રક ટ્રાન્સપોર્ટેશનના માલિકો દ્વારા પણ આ બંધના એલનામાં જોડાવવા જનતાને અપીલ કરાઇ છે. જોકે, માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો તો એપીએમસી ચાલુ રાખવાના મૂડમાં છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.