તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરીનો પ્રયત્ન:જામજોધપુરના સીદસર સેવા સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજુબાજુના લોકો જાગી જતા નાસી છૂટેલી ત્રિપૂટીની શોધખોળ

સીદસરમાં સીદસર સેવા સહકારી મંડળીની ઓફિસમાં મોડીરાત્રે ત્રણેક વાગ્યાના સુમારે ત્રાટકેલા ત્રણ શખ્સોએ મંડળીના સ્ટોર રૂમનુ તાળુ-નકુચો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં રૂમની ગ્રીલ તોડી નાખી ઓફિસ અંદર પ્રવેશ કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.જોકે,આ વેળા આજુબાજુના લોકો જાગી જતા ત્રણેય બુકાનીધારી તસ્કરો નાશી છુટયા હતા.

આ બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બનાવની મંડળીના કર્મચારી સંજયભાઇ જીતેન્દ્રભધાઇ મહેતાની ફરીયાદ પરથી પોલીસે ત્રણેય સહિતના શખ્સો સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. સીસીટીવી કેમેરાની મદદથી તસ્કર ત્રિપુટીને સકંજામાં લેવા માટે તેની શોધ સાથે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો