તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:લાખોટા તળાવમાં ઝંપલાવી યુવતીનો આપઘાતનો પ્રયાસ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજ પરના મહાપાલિકાના કર્મીઓએ બચાવી

જામનગર શહેરના મધ્યમાં આવેલા તળાવમાં યુવતીએ ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કરતા તળાવ ખાતે હાજર કર્મચારીઓએ તેણીને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ પહોંચાડી તેના પરિવારને જાણ કરી હતી. જામનગર શહેરના મીગ કોલોનીમાં રહેતી સંગીતાબેન મનીષભાઇ ગોસાઇ(ઉ.વ.23) નામની યુવતીએ રવિવારે બપોરના સમયે તળાવની પાળે આવેલા ગેઇટ નં.4 સામેના તળાવમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર મહાપાલિકાના કર્મચારીઓએ તાત્કાલીક તેને બહાર કાઢી બચાવી લઇ 108 ને જાણ કરતા તેણીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જયાં તેણીના પરિવારજનો પણ આવી ગયા હતાં. તેણીએ આ બાબતે કોઇ ફરિયાદ ન હોવાનું તેમજ પોતાના રીતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...