હત્યાની કોશિષ:જોડિયાના વાઘા નજીક વૃદ્ધ ખેડૂતની હત્યાની કોશિષ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ ચાલુ હતું, ટોળું હથિયારો સાથે ધસી આવ્યું

જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા નરસંગ કમાભાઈ જાટીયા (ઉ.વ.72) નામના ખેડૂત પોતાની જમીન પવનચક્કીવાળાઓને ભાડાપેટે આપી હતી. જે જમીનના શેઢા પાસે પવનચક્કીવાળાઓ જેસીબીથી બાવળ અને ખાતર કાઢતા હોય જેથી આરોપીઓએ જેસીબી બંધ કરાવી અને નરસંગભાઈ સાથે બોલાચાલી કરી ધમકી આપી જતા રહ્યા હતા.

ત્યારબાદ વાઘા ગામના ભીખુ જીવા મકવાણા, વિનુ જીવા મકવાણા, અશોક ભીખા મકવાણા, અશોકનો છોકરો, ટીના મેસુર મકવાણા અને ભુરા મેસુર મકવાણા નામના શખસોએ પાઈપ, ધોકા, ધારીયુ જેવા હથિયારો સાથે ધસી આવી નરસંગભાઈ સાથે બોલાચાલી કરી તેના પર હુમલો કર્યો હતો. જેમાં તેના માથા તથા હાથમાં ઈજા પહોંચી હતી.

તેમને છોડાવવા વચ્ચે પડેલા હેમતભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે તમામ વિરૂદ્ધ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.ડી. ગોહિલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...