તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જામનગરમાં નાગનાથ ગેઈટ પાસે યુવાનની હત્યાની કોશિષ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જેટલા લોકો તલવાર, ધોકા, પાઈપ વડે તૂટી પડ્યા
  • ઇજાગ્રસ્તને જી.જી.માં ખસેડાયો, તેના ભાઇ દ્વારા ફરિયાદ

જામનગર શહેરના નાગનાથ ગેઈટ સર્કલ પાસે સોમવારે રાત્રે 7થી વધુ લોકોએ યુવાનને ઘેરીને તલવાર, ધોકા વડે સરાજાહેર માર મારી ગંભીર ઈજા પહોંચાડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તમામ શખસો સામે હત્યાના પ્રયાસનો બનાવ નોંધવામાં આવ્યો હતો.

જામનગર શહેરના નાગનાથ ગેઈટ સર્કલ અલંકાર હોટલથી આગળ સોમવારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે સાજીદ નામનો શખસ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના પર તલવાર, ધોકા, લોખંડનો પાઈપ વગેરે સાથે મહંમદ મુસા, આમીન મુસા, લાલો મનસુખ, કિશન મનસુખ, વિજય ઉર્ફે ભૂરી, રોહિત તથા ઈકબાલ સીદ્દીક અને અન્ય લોકોએ હુમલો કરી ગંભીર રીતે શરીરના ભાગે ઈજા પહોંચાડતા તેને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના ભાઈ અસગરે તમામ શખસો સામે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...