તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જામનગરમાં જૂની માથાકૂટના પ્રશ્ને યુવક પર હુમલો

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નવાગામ ઘેડમાં યુવકને છરીથી પડખા, પીઠમાં અને આંગળીમાં ઈજા કર્યાની ત્રિપૂટી સામે ફરિયાદ નોંધાઈ

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મધુરમ સોસાયટી પાસે યુવાન પર છરી વડે હુમલો કરી ઢીંકાપાટુ વરસાવી ઇજા કર્યાની ફરીયાદ ત્રણ શખ્સ સામે નોંધાઇ છે.જુની માથાકુટના કારણે ત્રણેય શખ્સોએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.ઇજાગ્રસ્ર્તને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો કેશવભાઇ ઉર્ફે કેશુ ખીમજીભાઇ વાઘેલા નામના યુવાને પોતાને બેફામ ગાળો ભાંડી છરી વડે હુમલો કરી પડખા અને પીઠ તેમજ આંગળીના ભાગે ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપવા અંગે સીટી બી પોલીસ મથકમાં કાળુ મગનભાઇ મકવાણા, રોહિત શામજીભાઇ મકવાણા અને સેવક શામજીભાઇ મકવાણા સામે ફરીયાદ નોંધાવી છે.

આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયો હતો.ભોગગ્રસ્ત યુવાન સાથે જુની માથાકુટના કારણે આ ત્રણેય શખસોએ એકસંપ કરી ગાળો ભાંડીને છરી વડે આ હુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. આ બનાવની ભોગગ્રસ્ત યુવકની ફરીયાદના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. હુમલાના બનાવના પગલે સંબંધિત વિસ્તારમાં ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી. ઘવાયેલા યુવાન સાથે અગાઉ થયેલી માથાકૂટના પ્રશ્ને નવાગામ ઘેડમાં જ તેને આંતરી ત્રણ શખસોએ ઘાતક હુમલો કર્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો