હુમલો:પોલીસને બાતમીઆપ્યાની શંકાથી યુવાન પર હુમલો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને મિત્રએ ફોન કરી બોલાવ્યો હતો

જામનગર તાલુકાના સિક્કા ગામે મુગણી રોડ મુગણી ગામના પુલીયા પાસે ગઈ કાલે સાંજે એક યુવાન પર બે શખસોએ હુમલો કરી માર મારી ઈજા પહોચાડી ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. યુવાને આરોપીઓ અંગેની માહિતી પોલીસને આપી દેતા આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામે મારામારીનો એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ મંગળવારે સાંજે અકરમભાઇ આમદભાઇ સંઘાર રહે સીકકા નાજ સીનેમા પાછળ તા.જિ. જામનગર વાળાને ફોન કરીને તેના મીત્ર ક્રિપાલસીહે મુગણી ગામે બોલાવ્યો હતો. મિત્ર કૃપાલસિહે માર ખવરાવવાના આશયથી જ ફોન કરાવી બોલાવેલ મિત્ર અકરમ સાથે થોડીવાર વાતો કરી હતી ત્યારબાદમા પોતે ત્યાથી જતો રહી અને તે બાબતની જાણ તેના મીત્રો સુખદેવ કંચવાને કરી દીધી હતી. જેના પગલે સુખદેવ અને તેની સાથેનો અજાણ્યો મોટર સાયકલ ચાલક યુવાન મુગણી ગામમા પુલીયા પાસે આવી પહોચ્યા હતા.

અકરમ કઈ સમજે તે પૂર્વે જ બંને શખસોએ હુમલો કરી વાસાના ભાગે ગળા પાસે તથા પગમા આગળના ભાગે લાકકીના ઘા કરી મુઢ ઇજા કરી તથા સાહેદ સાકીબ રજાકને બને પગે આગળ ભાગે તથા ડાબા હાથે લાકકીના ઘા કરી મુઢ ઇજા કરી તેમજ એકસેસ મોટર સાયકલમા આગળ લાકકીના ઘા કરી લાઇટ તોડી નાખી નુકસાન કરી તથા મોબાઇલ રેડ મી ની ડિસપ્લે તોડી નાખી નુકશાન કરી,બન્ને તેના મોટર સાયકલથી જતા રહ્યા હતા.

આ બનાવ અંગે અકરમે બંને સખ્સો સામે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરાયેલ આક્ષેપ મુજબ આરોપી સુખદેવને એવી શંકા હતી કે અકરમ પોતાની બાતમી પોલીસને આપે છે જેથી તેના મિત્ર પાસે ફોન કરાવી બોલાવ્યા બાદ હુમલો કર્યાનું પેાલીસમાં જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...