તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:પોિલયોના ટીપા પીવડાવવા ગયેલા બે આરોગ્ય કર્મચારી ઉપર હુમલો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલા યોગેશ્વરધામ વિસ્તારનો બનાવ
 • થપ્પડ મારી ફરજમાં રૂકાવટ કર્યાની સ્થાનિક મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગરના ઢીંચડા રોડ પર યોગેશ્વરધામ વિસ્તારમાં મંગળવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ બાળકોને પોલીયો ટીપા પીવડાવવાની કામગીરી કરી રહી હતી જે વેળાએ ત્યાં ધસી આવીને એક મહિલાએ ટીપા નહી પીવડાવવા માટે બોલાચાલી કરી બે મહિલા આરોગ્ય કર્મી પર હુમલો કરી ધમકી ઉચ્ચારી ફરજ રુકાવટ કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

જામનગરમાં વુલનમિલ નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારીત ફિમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા દિક્ષીતાબેન રાણાભાઇ કટારીયા અને આરોગ્ય વિભાગની ટીમ મંગળવારે ઢીંચડા રોડ પર યોગેશ્વરધામ વિસ્તારમાં બાળકોને ટીપા પીવડાવવા માટે ડોર ટુ ડોર કામગીરી કરી રહયા હતા.

જે કામગીરી દરમિયાન એક સ્થાનિક મહિલા મનીષાબેનએ ધસી આવી બાળકોને પોલીયોના ટીપા નહી પીવડાવવા બાબતે આરોગ્ય ટુકડી સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી ગેરવર્તન કર્યુ હતુ.ઉપરાંત બે મહિલા આરોગ્ય કર્મીને થપાટો અને ઠોસા મારી સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી.જયારે આ મામલે દિક્ષીતાબેન કટારીયાની ફરીયાદ પરથી સીટી સી પોલીસે મનિશાબેન પાલાભાઇ ઓડીચ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો