ફરીયાદ:જામનગરના બેડીમાં ઝઘડા મામલે સમજાવવા જતા માતા-પુત્ર પર હુમલો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેવાઇ પક્ષના બે સામે ફરિયાદ, અન્ય બનાવમાં પરપ્રાંતિયનેે માર માર્યો

શહેરની ભાગોળે બેડી વિસ્તારમાંં રહેતા રોશનબેન હારૂનભાઈ લોરૂ નામના મહિલાની પુત્રીના નિકાહ બેડીના ખારી વિસ્તારમાં રહેતા અનવર દાઉદ સમેજાના ભાઈ સાથે થયા છે. તે પછી રોશનબેનની પુત્રીને હેરાન કરતા હોય,રોશનબેન સમજાવટ કરવા ગયા હતા. ત્યારે અનવર અને શબ્બીર દાઉદ સમેજાએ ગાળો ભાંડી બોલાચાલી કરી હતી જે બાદ બંને શખ્સે પાઈપ, ધોકા વડે હુમલો કર્યાે હતો.જેમાંવચ્ચે પડેલા રોશનબેનના પુત્રને પણ માર પડ્યો હતો. જેની ફરિયાદ પરથી પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

જયારે શહેરના ઢીંચડા રોડ પર બાલાજી પાર્ક-૩માં રહેતા મૂળ રાજસ્થાનના મોહનસ્વરૂપ અશોકકુમાર પરમાર નામના યુવાન પોતાના મિત્ર સાથે બાઇકમાં ખંભાળિયા રોડ પરથી આવી રહ્યા હતા ત્યારે મુંગણીના અશોક પરમાર નામના શખ્સે રસ્તામાં રોકી લઈ ગાળો ભાંડીધોકા વડે હુમલો કરી મોહનસ્વરૂપને હાથની આંગળીમાં ફ્રેક્ચરસહિતની ઇજા કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...