હુમલો:‘તારી પત્નીને મારી સાથે પ્રેમ છે’ કહી પતિ પર હુમલો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટછેડા આપવાનું કહી મારી નાખવાની ધમકી

જામનગરની નાગેશ્વર કોલોનીમાં તારી પત્નીને મારી સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી યુવાને પતિ પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. જામનગરમાં નાગેશ્વર કોલોનીમાં રહેતો રાહુલ ભાણજીભાઇ બારિયા તા.7 ના રાત્રીના પોતાના ઘેર હતો ત્યારે કેતન ચૌહાણ(રે.જુનો કુંભારવાડો) રાહુલના ઘર પાસે ધસી આવ્યો હતો.

બાદમાં કેતને મોટેથી રાડો પાડી રાહુલને ઘરની બહાર બોલાવી તારી પત્નીને મારી સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી તેને છૂટાછેડા આપી દેવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં કેતને લોખંડના પાઇપ વડે રાહુલ પર હુમલો કરી ઠીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાહુલે ફરિયાદ નોંધાવતા પોલીસે કેતન સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...