શખસે ફડાકાવાળી કરી:ધ્રોલના લૈયારા ગામે મીટર રીડિંગની કરવા ગયેલા વીજકર્મીઓ પર હુમલો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ તાલુકાના લૈયારા ગામે મીટર રીડિંગની કામગીરી કરવા ગયેલા પીજીવીસીએલના બે કર્મચારીઓ સામે બોલાચાલી કરી એક શખસે ફડાકા મારી ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ બાઇક લઇ પાછળ આવી બંને કર્મચારીઓને પતાવી દેવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

અભદ્ર ભાષામાં વાત કરી
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટરની સામે આશાપુરા હોટલની બાજુમાં રહેતા પીજીવીસીએલ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા અજય રામભાઈ ઝાલા નામના યુવાન તારીખ પાંચમીના રોજ ધ્રોલ તાલુકાના લૈયારા ગામે વીજ મીટર રીડિંગની કામગીરી કરવા ગયા હતા. તેઓ બપોરે 12 વાગ્યે પોતાના અન્ય કર્મચારી સાથે મીટર રીડિંગ કરવાની કામગીરી કરતા હતા. ત્યારે ઋતુરાજસિંહ ભીખુભા જાડેજા નામનો શખસ આવી પહોંચ્યો હતો અને ભૂંડી ગાળો બોલવા લાગ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
ત્યારબાદ ઉશ્કરાયેલા સખ્સ બંને વીજ કર્મીઓને ફડાકા મારી સામાન્ય બીજા પહોંચાડી હતી. જેને લઈને બંને વીજ કર્મીઓ ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન આરોપી મોટરસાયકલ લઇ પાછળ આવ્યો હતો અને બંને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. આ બનાવ અંગે અજયભાઈએ આરોપી સામે ધ્રોલ પોલીસ દફતરમાં માર મારી ફરજમાં રૂકાવટ કરવા સબંધની ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમપી મોરી સહિતનાઓએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...