પથ્થરમારો:મંગલબાગમાં મોડીરાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
  • દેકારો કરનારા શખસોને ટપારતા પથ્થરમારો

જામનગરમાં મંગલબાગ વિસ્તારમાં રહેતા એક ચાર્ટર્ડ એકાઉન્ટ યુવાન પર મોડી રાત્રે પથ્થર વડે હીચકારો હુમલો કરાયો છે, અને તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. ઘર પાસે દેકારો કરી રહેલા શખ્સોને ટપારવા જતાં હુમલો કરાયાનું જાણવા મળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મંગલબાગ વિસ્તારમાં રહેતા સન્નીભાઈ રોહેરા નામના ચાર્ટર્ડ એકાઉન્ટ યુવાન પર રવિવારે રાત્રે બારેક વાગ્યાના અરસામાં પથ્થર વડે હુમલો કરી દેવાયો હતો, જેમાં તેઓ લોહી લુહાણ થયા હોવાથી તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

જેઓ પોતાના ઘરની બાલ્કની માં ઊભા હતા, જે દરમિયાન નીચે કેટલાક શખ્સો રસ્તા પર દેકારો કરી રહ્યા હતા. જેઓને દેકારો નહીં કરવાનું જણાવતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને સી.એ. ઉપર પથ્થર પડે હુમલો કરી દીધો હતો. આ બનાવના પગલે મંગલબાગ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...