તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નિકાવા ગામે તોડપાડનું કામ રાખનાર વૃદ્ધ પર હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતા-પુત્રો સામે ફરિયાદ, સામા પક્ષે ધોકા વડે માર માર્યાની 3 સામે રાવ

કાલાવડ તાલુકાના નિકાવા ગામે મકાન તોડી પાડવાના કામ વેળા સર્જાયેલી બબાલમાં કામ રાખનાર વૃધ્ધ પર પિતા-પુત્રો સહિતના ત્રણે હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે.જયારે સામાપક્ષે પણ ઘોકા વડે માર મારી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી ધમકીની ફરીયાદ ત્રણ વિરૂધ્ધ દાખલ થઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ પાલાભાઇ સોમૈયા નામના વૃધ્ધે નિકાવા ગામે નંદીગ્રામ ચોકમાં અશોકસિંહ જાડેજાનુ મકાન તોડી પાડવાનુ મજુરીકામ રાખ્યુ હતુ જે પાડતોડ કામ વેળાએ બાજુમાં રહેતા વાલદાસ હરજીવનદાસ, જીતેન્દ્ર વાલદાસ અને નિલેશ વાલદાસએ ધસી આવી ને ગાળો ભાંડી ઢીંકાપાટુનો માર મારી ધમકી ઉચ્ચાર્યાની ભોગગ્રસ્ત વૃધ્ધે કાલાવડ પોલીસમાં ત્રણેય સામે નોંધાવી છે.

જયારે સામાપક્ષે સંગીતાબેન જીતેન્દ્રભાઇ નામના મહિલાએ પણ મકાન તોડી પાડવા માટે સમજાવવા જતા અશોકસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઉર્ફે કાનાભાઇ અશોકસિંહ અને કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇએ એકસંપ કરી ઢીંકાપાટુનો માર મારી ઘોકા વડે હુમલો કરી નિલેશભાઇ અને અન્યને ઇજા કર્યાની ફરીયાદ ગ્રામ્ય પોલીસ મથક ખાતે ત્રણેય સામે નો઼ધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...