તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બેડમાં ટ્રકના બાકી નાણાંની ઉઘરાણી કરતા વૃદ્ધ પર હુમલો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શખસે પથ્થરમારો કરી માર મારી ગાળો ભાંડી

જામનગરના બેડ ગામે ટ્રકના બાકી નાણાંની ઉઘરાણી કરતા ગામના શખસે પથ્થરમારો કરી વૃધ્ધ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં બે વ્યકિત ઘાયલ થયા હતાં. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બેડમાં વસવાટ કરતાં અમૃતલાલ કરશનભાઈ બુઝડ નામના આસામીએ પોતાનો જીજે-૧૦-ઝેડ-૯૯૨૨ નંબરનો ટ્રક વેંચવા માટે તજવીજ કરતા બેડ ગામના જ અબ્બાસ સંધી નામના શખ્સે તે ટ્રક ભાવનગરના એક આસામીને વેંચવામાં મદદ કરી હતી. જેતે વખતે રૂ.1.65 લાખ બાકી રાખવામાં આવ્યા હતાં. તે રકમની અમૃતલાલે ઉઘરાણી કરી હતી. આથી અબ્બાસે ઉશ્કેરાયને ગાળો ભાંડી પથ્થરનો છુટ્ટો ઘા કરતા અમૃતલાલ તથા અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો