હુમલો:દરેડમાં‘તું મારી સામે કતરાઈને કેમ જુએ છે’ કહી યુવક પર હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગગ્રસ્તને ઘોકા વડે માર મારી ફ્રેકચર કર્યાની ત્રિપુટી સામે ફરિયાદ

જામનગરની ભાગોળે દડીયા ગામે રહેતો યુવાન તેના ફુવાના ઘરે જમવા માટે ગયો હતો જે વેળાએ તુ મારી સામે કતરાઇને કેમ જુવે છે કહી બોલાચાલકી કરીને ત્રણ શખ્સોએ એકસંપ કરી લાકડાના ઘોકા વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ નોંધાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના દડીયા ગામે રહેતા વિનોદભાઇ ભીખાભાઇ જેપાર નામના યુવાને પોતાના પર લાકડાના ઘોકા વડે હુમલો કરી હાથ-પગમાં ફ્રેકચર સહિતની ઇજા કરવા અંગે પંચ બી પોલીસમાં દિનેશ ગાંગાભાઇ મકવાણા, ઘવલ દિનેશભાઇ મકવાણા અને નિશાંત દિનેશભાઇ મકવાણા સામે ફરીયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. ભોગગ્રસ્ત યુવાન તેના ફુવાના ઘરે પ્રસંગમાં જમવા માટે ગયો હતો જે વેળાએ આરોપી તુ મારી સામે કતરાઇને કેમ જુએ છે એમ કહી બોલાચાલી કરી ત્રણેય આરોપીઓએ એકસંપ કરી હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.ઇજાગ્રસ્તની ફરીયાદના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ. પી.એ.ખાણધરએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...