તપાસ હાથ ધરાઈ:જામનગરમાં હત્યા કેસના સાક્ષી મહિલા અને તેના પુત્ર પર હુમલો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાક્ષી તરીકે હાજર ન રહેવા મારકૂટ કરી

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતી એક મહિલા અને તેના પુત્ર ઉપર હુમલો કરાયો છે. નાગેશ્વર વિસ્તારમાં અગાઉ એક હત્યા થઇ હતી. જે કેસમાં મહિલા સાક્ષી તરીકે રહ્યા હોવાથી અદાલતમાં હાજર નહિ રહેવા માટે આ હુમલો કરી ધાકધમકી આપવામાં આવી હોવાનું પોલીસ સ્ટેશનમાં જાહેર કરવામાં આવ્યું છે.

બનાવની વિગત એવી છે કે, જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતી શીલાબેન રમેશભાઈ ઢાપા નામની 40 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર હિતેશ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નાગેશ્વર વિસ્તારમાં રહેતા અજય ડોણાસિયા અને તેના બે સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર થોડા દિવસો પહેલા ફરિયાદી સુશીલાબેનના દિયર હિતેશ નરશીભાઈ બાંભણીયા ની હત્યા થઈ હતી, જેમાં ફરિયાદી શીલાબેન સાક્ષી રહ્યા હતા, અને કોર્ટમાં કેસ ચાલુ હોવાથી તેને જુબાની આપવા માટે જતા હતા. જે દરમિયાન આરોપીઓએ રસ્તામાં આંતરીને અદાલતમાં સાક્ષી તરીકે હાજર નહિ રહેવા માટે ધાક-ધમકી આપી મારકૂટ કર્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...