તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જામનગરમાં રીક્ષા સરખી ચલાવવા કહેતા દંપતિ પર હુમલો

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સિક્કામાં બાળકોની તકરારમાં મોટેરા બાખડ્યા
 • અંધાશ્રમ ચેમ્બર કોલોનીમાં સર્જાઇ બબાલ

જામનગરના અંધાશ્રમ ચેમ્બર કોલોની વિસ્તારમાં રહેતા આઘેડ અને તેના પત્ની પર લોખંડના પાઇપ વડે હુમલો કરીને કપાળના ભાગે ઇજા પહોચાડી ઇજાગ્રસ્તના પત્નીને મુંઢ ઇજા કર્યાની ફરીયાદ રીક્ષાચાલક અને તેના પત્ની સામે નોંધાઇ છે.શહેરમાં અંધાશ્રમ ચેમ્બર કોલોની વિસ્તારમાં રહેતા પ્રવિણસિંહ ગગજી જાડેજાએ પોતાના તથા તેના પત્ની સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી પાઇપ વડે હુમલો કરી પોતાને કપાળના ભાગે ઇજા પહોચાડયાની તેમજ તેના પત્નીને પણ મુંઢ ઇજા કર્યાની ફરીયાદ તેજ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક મુકેશ તુલશીદાસ રામાવત અને તેના પતની કાજલ મુકેશ રામાવત સામે સીટી સી પોલીસમાં નોંધાવી છે.

ઇજાગ્રસ્તના ઘર નજીક આરોપી રીક્ષાચલાવીને નિકળતા તેને રીક્ષા સરખી ચલાવવાનુ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ પાઇપ વડે હુમલો કરી તથા તેના પત્નીએ ભોગગ્રસ્તના પત્નીને મુંઢ ઇજા પહોચાડયાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.હુમલામાં ઘવાયેલા આઘેડને માથાના ભાગે ઇજા પહોચતા હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં તેને આઠ ટાંકા સહિતની સારવાર અપાઇ હતી.પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિકકામાં આશાપીરની દરગાહ નજીકના વિસ્તારમાં રહેતા જરીનાબેન ઉંમરભાઇ ભટી નામની મહિલાએ પોતાના તથા તેના ભાઇને ઢીંકાપાટુનો માર મારી મહિલાના વાળ ખેંચી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવા અંગે સિકકા પોલીસ મથકમાં આમદ જુનસ, ઇબ્રાહિમ અલી, લતીફ ઇબ્રાહિમ, હાજરાબેન, હાજરાની દેરાણી મુમતાજબેન અને હાજરાબેનની દિકરી સામે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો