જામનગરના કિશાન ચોકમાં સુમરા ચાલી વિસ્તારમાં મનદુ:ખના કારણે સમાધાન અર્થે ગયેલા 2 યુવાન પર છરી-પાઇપ વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ મહિલા સહિત ત્રણ સામે નોંધાઇ છે.જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા છે.પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના સુમરા ચાલીમાં રહેતા અને બ્રાસ ભંગારનો વ્યવસાય કરતા આસીફભાઇ અબ્બાસભાઇ ખફી નામના યુવાને પોતાના તથા ઇમરાનભાઇ અને અન્ય પર છરી અને તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડવા અંગે તેજ વિસ્તારમાં રહેતા અબ્બાસભાઇ મુસાભાઇ ખફી, શકીનાબેન અબ્બાસભાઇ અને નાવીદ અબ્બાસભાઇ ખફી સામે ફરીયાદ નોંધાવી છે.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બેને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ફરીયાદમાં જાહેર થયા અનુસાર આસીફભાઇના ભત્રીજા સાથે અગાઉ થયેલી રકઝકનો ખાર રાખી તાજેતરમાં ટાઉન હોલ ખાતે આયોજીત એક રીસેપ્શનમાં સાહેદને આરોપીએ ખુરશી વડે ધકકો માર્યો હતો.જે બાબતનુ સમાધાન કરવા અને આરોપીને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ એકસંપ કરી છરી,તલાવાર અને ઘોકા વડે હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની ફરીયાદના આધારે પોલીસે એક મહિલા સહિત ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.