વિવાદ:નાઘેડીમાં વૃદ્ધા પર દંપતિ સહિત 6નો હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસ્તા પર એઠવાડ નાખવા બાબતે સર્જાયેલી બબાલમાં ધોકો ફટકારી માર માર્યો

જામનગર તાલુકાના નાઘેડી ગામે ખાણ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પર દંપતિ સહિત અન્ય પાંચ મહિલાઓએ હુમલો કરી માર મારી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. એઠવાડ રસ્તા પર નાખવા બાબતે વાંધો પડતા બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામે ખાણ વિસ્તારમાં રજવાડું હોટેલની બાજુમાં ડાઇબેન કલાભાઇ ડાયાભાઇ ભાંભી (ઉ.વ.65) નામના મહિલા પર હીરાભાઇ રાઠોડ, ગૌરીબેન હીરાભાઇ રાઠોડ, રાજુભાઇ હીરાભાઇ રાઠોડ, વિપુલ હીરાભાઇ રાઠોડ, આરતીબેન અને અનીતાબેન (રહે બધા.નાઘેડી ખાણ વીસ્તાર તા. જિ.જામનગર) વાળાઓએ વૃધ્ધાને રસ્તામા હેઠવાડ નાખવાની ના પાડી, ઢીકાપાટુનો માર મારી એકાબીજાને મદદગારી કરી તેમજ આરોપી રાજુભાઈએ માથામા લાકડાનો ધોકો મારી ઈજા કરી હતી. આ બનાવ અંગે વૃધ્ધાએ પંચકોશી બી ડિવિઝનમાં તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.જેની એ.એમ. જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...