તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફારસ:આત્મનિર્ભર યોજના, જામનગર જિલ્લામાં ધિરાણનો લક્ષ્યાંક પૂર્ણ પણ ફક્ત 3,960 લોકોને જ લોન મળી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સહકારી મંડળીઓ અને બેંકોએ રૂ.49 કરોડનું ધિરાણ કર્યું, ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકે એક પણ લોન ન આપી
 • બેંકોની મનસ્વી નીતિ-જામીન સહિતની જોગવાઇના કારણે અરજદારોને લોન મેળવવામાં પગે પાણી ઉતર્યા

કોરોનાને કારણે લોકાડાઉનથી વેપાર-ધંધાને ફટકો પડતા રાજય સરકાર દ્વારા વેપારી, કારીગર, મધ્યમ વર્ગના વ્યકિત, શ્રમીકને મદદરૂપ થવાના હેતુથી આત્મનિર્ભર યોજના 1 કે જેમાં રૂ.1 લાખની લોન સહકારી મંડળી અને બેંક તથા યોજના નં. 2 માં સહકારી બેંકોમાંથી વધુમાં વધુ રૂ.2.5 લાખની લોનની સહાય ગત તા.16 મે થી શરૂ કરી હતી. જે 30 નવેમ્બરના પૂર્ણ થઇ હતી.

જામનગર જિલ્લામાં બંને યોજના અંતર્ગત રૂ.50 કરોડના ધિરાણનો લક્ષ્યાંક હતો. જેની સામે સહકારી મંડળી અને બેંકો દ્વારા રૂ.49 કરોડનું ધિરાણ કરાયું છે. પરંતુ નવાઇની વાત એ છે કે, બંને યોજના અંતર્ગત જિલ્લાભરમાં ફકત 3960 લોકોને લોન મળી છે. બેંકોની મનસ્વી નીતિ અને જામીન સહિતની આકરી જોગવાઇના કારણે અરજદારોને લોન મેળવવામાં પગે પાણી ઉતર્યા હતાં.

યોજના-2માં ફક્ત 805 અરજી મંજૂર થઇ
આત્મનિર્ભર-2 યોજનામાં ફકત 805 અરજી મંજૂર થઇ હતી. જેમાં નવાનગર બેંકે 299, કો-કો બેંકે 348, જે.પી.બેંકે 15 અને મહિલા બેંકની 143 અરજીનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત સહકારી બેંકોએ રૂ.3.57 કરોડનું ધિરાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો