તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય રહસ્ય:પોસ્ટલ બેલેટ પેપર વિતરણ કેન્દ્ર કોના ઈશારે ‘મતદાન મથક’ બન્યું ?

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કરે મેળવી સ્થળ પર જ અપાયેલા પોસ્ટલ બેલેટ વોટની એ તસવીર - Divya Bhaskar
ભાસ્કરે મેળવી સ્થળ પર જ અપાયેલા પોસ્ટલ બેલેટ વોટની એ તસવીર
 • જામનગરના પોસ્ટલ બેલેટ કૌભાંડમાં સળગતો સવાલ
 • નબળો ધણી બૈરી પર શૂરો !, કલેક્ટરે દોષનું ઠીકરું હોમગાર્ડઝ પર ફોડ્યું !
 • કલેક્ટરની દલીલ: હોમગાર્ડઝ જવાનોએ ત્યાં જ મતદાનની ભૂલ કરી
 • .... એમ તો પોસ્ટલ બેલેટ પેપર ત્યાં જ લેવાની ભૂલ વહીવટી તંત્રએ પણ કરી જ ને...?
 • હોમગાર્ડઝ પોતાને થતાં હુકમને અવગણી શકે ખરા ? સ્થળ પર જ પોસ્ટલ બેલેટ પરત દેવાનો હુકમ કરનારા અધિકારી કોણ ? તેની તપાસ જરૂરી

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે સરકારી કર્મચારીઓ માટે બુધવારે પોસ્ટલ બેલેટ પેપર વિતરણ કરાયા હતા, આ પોસ્ટલ બેલેટ પેપર લઈને કર્મચારીએ ઘરે અથવા અન્યત્ર જતું રહેવાનું હોય છે અને પછી મતદાન કરી સીલબંધ કવરમાં નિયત કરાયેલા સ્થળે ચૂંટણી અધિકારીને સુપ્રત કરવાનું હોય છે. જો કે, હોમગાર્ડઝ કચેરીમાં બેલેટ પેપર વિતરણ સ્થળે જ મતદાન થવા લાગતા ભારે હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસે રાત સુધી ભારે દેકારો મચાવી દેતાં આખરે આ ચૂંટણી પ્રક્રિયા રદ્દ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી હતી.

જિલ્લા કલેક્ટરે આ ભૂલ માટે હોમગાર્ડઝ જવાનોને દોષી ઠેરવ્યા હતા. અલબત્ત, મત કુટીર વિના વિતરણ કેન્દ્રના સ્થળે જ જવાનો કોના કહેવાથી મત આપવા માંડ્યા અને વહીવટી તંત્રએ તેનો સ્વીકાર પણ કેમ કર્યો ? એ સવાલનો જવાબ શોધવાની દરકાર જિલ્લા કલેક્ટરે કરી નથી. એમ.પી. શાહ કોમર્સ કોલેજમાંં પણ બુધવારે જ પોસ્ટલ બેલેટ પેપર વિતરણ કરાયું હતું, પણ ગેરરીતિ માત્ર હોમગાર્ડ કચેરીમાં જ કેમ થઈ ? એ પણ ઊંડી તપાસ માંગી લેતો વિષય છે.

આ છે પોસ્ટલ બેલેટથી મતદાનનો નિયમ

પોસ્ટલ બેલેટ લઈ જઈ મતદાન કરી સીલબંધ કવરમાં બેલેટ બોક્સમાં નાખવાના હોય છે
સરકારી કચેરીના અધિકારીએ પ્રપોઝલ મૂકવી પડે કે તેના કર્મચારીઓને ચૂંટણી પહેલા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટ આપવામાં આવે. જે પછી તેને બેલેટ પેપર ઈસ્યુ થતાં તેણે સહી કરાવી દરેક કર્મચારીને આપી દેવાના હોય છે. કર્મચારી તેને ઘરે લઈ મતદાન કરી કવરમાં નાખી પોસ્ટ કરી શકે અથવા તો ચૂંટણી અધિકારી પાસે રહેલા સીલબંધ બેલેટ બોક્સમાં પણ નાખી શકે. - વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ, જામનગર બાર એસોસિએશન.

ભાસ્કરે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી...

તમામ હોમગાર્ડઝ જવાનોના ખૂલાસા પૂછ્યા છે, નવા પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરાશે
જામનગરમાં હોમગાર્ડઝ કચેરીમાં બુધવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટનું વિતરણ કરાયું હતું. પરંતુ હોમગાર્ડના જવાનોએ ત્યાંજ મતદાન કરી ભૂલ કરી હતી. આથી તમામ હોમગાર્ડઝ જવાનોના ખૂલાસા પૂછવામાં આવ્યા છે. બીજી બાજુ તમામ પોસ્ટલ બેલેટ મત રદ કરવામાં આવ્યા છે અને નવેસરથી નવી સીરીઝના પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરવામાં આવશે. - રવિશંકર શ્રીવાસ્તવ, જામનગર જિલ્લા કલેકટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો