લોલમલોલ:રસીકરણ કેમ્પમાં મેયર આવ્યા તે જ જગ્યાએ કિચડ પહેલા દવા છાંટી પછી તાબડતોબ કપચી નાખવી પડી

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયરની ગાડી ઉભી હતી તેની સામે જ પારાવાર ગંદકી, પાછળથી ઢાંકપિછોડો કરાયો

જામનગરમાં મેયરના વોર્ડમાં કેનાલો ગંદકીથી ખદબદતી હોવાની ખુદ વોર્ડના રહીશોએ રજૂઆત કરતાં રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિમાં શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં સફાઇમાં લોલંમલોલ બહાર આવતા શહેરમાં સફાઇની સ્થિતિ કેવી હશે તે સવાલ શહેરીજનોમાં ઉઠયા છે.

શહેરના મેયરના વોર્ડ નં.5માં શુક્રવારે નીલકમલ સોસાયટી પાસે આવેલા નંદઘરમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર કે જે આ વિસ્તારના નગરસેવક હોય તે તથા અન્ય કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતાં. પરંતુ મેયર કારમાં આવી રહ્યા હતાં ત્યારે નંદઘરની નજીકમાં કીચડની ભરમાર હતી.

જે સાફ કરવાને બદલે સફાઇ કર્મીઓ દ્વારા કીચડ પર ડીડીટીનો છંટકાવ કરી ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેયર આવ્યા બાદ તાકીદે કીચડ પર કપચી નાખવામાં આવી હતી. મેયરે કાર ઉભી રાખી તેની સામે જ ગંદકી હોવાથી પ્રશાસનની પોલ છડેચોક ખુલી ગઇ હતી. જેના પર પાછળથી ઢાંક પીછોડો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...