તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીનો પિત્તો ગયો:જામનગરમાં પોલીસ મથકમાં પોલીસને જ બબ્બે કટકાં ગાળો ભાંડી...! વીડિયો વાયરલ

જામનગર3 મહિનો પહેલા
જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં બુધવારે લાવવામાં આવેલા એક આરોપીએ મગજ ગુમાવીને પોલીસને પોલીસ સ્ટેશનની અંદર જ બેફામ ગાળો ભાંડી હતી.

જામનગર શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલા સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં એક આરોપીને પોલીસ લઈ આવી બાદ તેને થોડો માર માર્યા બાદ મગજનો પારો ગુમાવી બેસેલા આરોપીએ પોલીસને મણ મણની ચોપડાવી ગાળોનો વરસાદ કરતો વીડિયો વાયરલ થતાં પોલીસબેડામાં સારી એવી ચકચાર મચી જવા પામી છે.

શહેરમાં દારૂ અને વર્લી પર પોલીસનો અંકુશ નહીવત
જામનગર શહેરમાં દારૂ અને વર્લી પર પોલીસનો અંકુશ નહીવત જેવો છે. સરાજાહેર બંને દૂષણો ચાલી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલા સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે પોલીસ આરોપીને લઈ આવી હતી. જેને માર મારતા તેણે મગજનો પારો ગુમાવી દીધો હતો. અને ત્યાં હાજર પોલીસ ક્યાં-ક્યાંથી પૈસા લે છે અને કેવા ધંધા ચાલે છે તેનું વિવરણ કરી પોલીસને બેફામ ગાળો ભાંડતા અને પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને તેને જોતા રહેવાની સાથે શાંત પાડવાની કોશિષ કરતા હોવાનો વીડિયો કોઈએ ઉતારીને વાયરલ કરી દેતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ડી સ્ટાફ સામે યુવકે આક્રોશ ઠાલવતા કહ્યું કે, તમે રૂ.15000નો તોડ કર્યો
જામનગરના પોલીસ સ્ટેશનમાં યુવકે પોલીસ સામે ગાળો ભાંડી રોષ ઠાલવ્યો હતો. જેમાં ગઢવી નામના યુવક પોલીસ સ્ટેશને આવીને અભદ્ર ભાષામાં વાણીવિલાસ કર્યો હતો. જેમાં સીટી-સી ડિવિઝન પોલીસના ડી સ્ટાફ સામે યુવકે આક્રોશ ઠાલવતા કહ્યું કે, તમે રૂ.15000નો તોડ કર્યો છે અને અમે કંઈ કરતા નથી. તો પણ અમને મારો છો અને ગાળો આપો છો.

દારૂના આટલા બધા ધંધા ચાલે છે તો પણ તમે તોડ કરો છો
આરોપીએ એસ.પી. તથા કલેકટર પર આક્ષેપો કરતા પોલીસ સ્ટેશનમાં એમ પણ કહ્યું હતુ કે, બે દિવસ પહેલા સિટી પોલીસ સ્ટેશન વાળા આવીને રેડ નાખી ગયા હતા. ત્યારબાદ હું સામે બોલ્યો ત્યારે ચાલ્યા ગયા હતા. જ્યારે પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યો હતો. બધા ભેગા છે તથા વરલીનું આટલું બધુ ચાલે છે. દારૂના આટલા બધા ધંધા ચાલે છે તો પણ તમે તોડ કરો છો. પોલીસ ગાળો બોલે છે ત્યારે આરોપીએ જવાબ આપતા વીડિયોમાં જણાવ્યું કે, તમારી માં-બહેન હોય અમારે માં બહેન ના હોય. તમે અમને મા બેનની સામેગાળો ભાંડો છો.

અન્ય સમાચારો પણ છે...