તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા યથાવત:નાનકપુરી રસીકરણ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરતા વધુ લોકો ઉમટતા દરવાજા બંધ કરવા પડ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ દેકારો બોલાવ્યો, કેન્દ્ર પર સિક્યુરીટીનો અભાવ
  • કોરોનાથી બચવાની લ્હાયમાં તેની જ નાગચૂડમાં આવી જવાય એવી ભીડભાડ સર્જાઇ

જામનગરમાં નાનકપુરી રસીકરણ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરતા વધુ સંખ્યામાં લોકો ઉમટતા દરવાજા બંધ કરવામાં આવતા લોકોએ દેકારો બોલાવ્યો હતો. શહેરમાં રસીકરણ કેન્દ્રો પર સિકયુરીટીનો અભાવ અને વેક્સિનેશનના અપૂરતા જથ્થાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેના કારણે ઘર્ષણના બનાવ વધ્યા છે. જામનગરમાં છેલ્લાં કેટલાક દિવસથી વેક્સિન કેન્દ્રમાં લોકો હોબાળો મચાવતા પોલીસ બોલાવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિમાં શુક્રવારે નાનકપુરી વિસ્તારમાં સરકારી શાળામાં રસીકરણ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરતા લોકોની સંખ્યા વધી જતા ભારે હોબાળો થયો હતો.

આરોગ્ય કેન્દ્રમાં રસીના 200 ડોઝ સપ્લાય કરવામાં આવ્યા હતો. જેની સામે 300થી વધુ લોકો આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લેવા પહોંચી જતા દેકારો બોલી જવા પામ્યો હતો. આટલું જ નહીં એક તબક્કે આરોગ્ય કેન્દ્રના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી. વેક્સિનનો જથ્થાની અપૂરતી ફાળવણી વચ્ચે શહેરમાં વેક્સિન લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. વેક્સિન કેન્દ્રમાં અફરાતફડી થઇ રહી છે. અણઘડ આયોજનના કારણે લોકોને ધરમધક્કા થઈ રહ્યાં છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...