દ્વારકાની મુલાકાતે પાટીલ:ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું, ઓચિંતી મુલાકાતના કારણે કાર્યકર્તાઓમાં દોડધામ મચી

જામનગર14 દિવસ પહેલા
  • દ્વારકાની મુલાકાત દરમિયાન સ્થાનિક ભાજપના નેતાઓ સાથે રહ્યા

પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આજે સાંજે દ્વારકાની ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. પાટીલની મુલાકાત દરમિયાન સ્થાનિક ભાજપના નેતાઓ સાથે રહ્યા હતા.

સીઆર પાટીલ આજે સાંજે દ્વારકાની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દ્વારકાની ટૂંકી મુલાકાત લઈ પાટીલ જામનગર જવા રવાના થયા હતા. દ્વારકામાં તેઓની સાથે સ્થાનિક ભાજપના નેતાઓ જોડાયા હતા. જો કે, અચાનક જ પાટીલની મુલાકાતના કારણે સ્થાનિક નેતાઓમાં દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...