• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • At Jamnagar's Hapa Marketing Yard Groundnuts Were Sold At The State's Highest Price Of Rs 2050, With Vehicles Queuing Up On Roads Due To Lack Of Space.

મગફળીની મબલખ આવક:જામનગરની હાપા માર્કેટિંગયાર્ડમાં મગફળીના મણના રાજ્યમાં સૌથી વધું રૂ.2050ના ભાવે સોદો થયો, જગ્યાના અભાવે રસ્તાઓ પર વાહનોની કતાર લાગી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરની માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે. તેમજ ભાવમાં પણ ગરમાવો આવ્યો છે. ગઇકાલે રાજયમાં સૌથી વધુ રૂ.2050ના ભાવે સોદા થયા હતા. ગઇકાલે યાર્ડમાં 40,684 મણ જણસ હરરાજીમાં આવી હતી. યાર્ડમાં જગ્યાના અભાવે મબલખ આવક થતા વાહનોની રસ્તાઓ પર કતારો જોવા મળી રહી છે. છેલ્લા 5 દીવસથી મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે.

અંદાજિત 55,000 ગુણી મગફળીની આવક
હાપાની માર્કેટિંગ યાર્ડમાં રાત્રેથી જ આજ સવાર સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી. જેમાં મગફળી ભરેલા કુલ 650 વાહનો અને અંદાજિત 55,000 ગુણી મગફળીની આવક નોંધાઈ છે. જોકે, હાલ નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાસુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. 650 વાહનોમાં આવેલી મગફળીનો તમામ જથ્થો યાર્ડમાં ઉતારી લેવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્યભરના સૌથી ઊંચા ભાવ મગફળીના એક મણના રૂપિયા 2050 નોંધાયા હતા. તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું.

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજીમાં એક મણના રૂપિયા 2050નો ભાવ નોંધાયો હતો. આ ભાવ મગફળીની નવ નંબરની જાત અને ખેડૂત પરસોત્તમભાઈ કારાભાઈ ગામ ખોજા બેરાજાની મગફળીનો જથ્થો 70 ગુણી હતો તેને મલ્યો છે. તેમાં કમિશન એજન્ટ નાનજીભાઈ ખીમજીભાઈ હતા અને ખરીદનાર નીરવ ટ્રેડિંગ વાળા હતા તેવું જણાવ્યું હતું.

કેટલી જણસની આવક
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે 821 ખેડૂતો 40,684 મણ જુદી-જુદી 21 જણસો હરરાજીમાં લાવ્યાં હતા. જેમાં જુવાર 4, બાજરી 168, ઘઉં 550, અળદ 1722, તુવેર 4, ચોળી 109, મેથી 123, ચણા 2258, એરંડા 1061, તલી 1208, રાયડો 1520, લસણ 13,344, કપાસ 10,113, જીરૂ 876, અજમો 1638, અજમાની ભુસી 1005, ધાણા 363, ડુંગળી સુકી 67, સોયાબીન 2810, કલોંજી 207 મણીની આવક થઇ હતી.

કેટલા ભાવ મળ્યા
જુવારના 350થી 575, બાજરી 350થી 375, ઘઉં 422થી 563, અળદના 900થી 1575, તુવેરના 1000થી 1100, ચોળીના 1100થી 1405, મેથીના 825થી 1005, ચણા 810થી 880, એરંડા 1061, તલી 2250થી 3040, રાયડો 1100થી 1276, લસણના 80થી 475, કપાસના 1600થી 1895, જીરૂના 3200થી 4580, અજમો 1500થી 2800, અજમાની ભુસી 55થી 1890, ધાણાના 1800થી 2100, ડુંગળી સુકી 100થી 505, મરચા સુકા 1550થી 4540, સોયાબીન 900થી 1075, કલોંજીના 2000થી 2375 અને જીણી મગફળી રૂ.1000થી2000 તથા જાડી મગફળી 900થી 1275ના ભાવે સોદા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...