• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • At Circuit House In Jamnagar, Agriculture Minister Raghavji Patel Organized Public Relations And Listened To The Questions Of The People.

લોક દરબાર:જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોક સંપર્ક યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ નાગરિકોના પ્રશ્નો સાંભળી સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ કરવા જણાવ્યું

જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક યોજી જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આજે જામનગર જિલ્લાના દિગ્વિજય ગ્રામ, ગાગવા, શાપર, કનસુમરા તથા સંચાણા ગામે કૃષિ મંત્રી રાઘવજી પટેલનો સ્વાગત સમારોહ યોજાયો હતો. જ્યાં લોકોએ કૃષિમંત્રી રાઘવજીભ પટેલને પુષ્પગુચ્છ, મોમેન્ટો તથા શાલ ઓઢાળી સન્માનિત કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે. તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

આ ઉપરાંત આજે જામનગર જિલ્લાના દિગ્વિજય ગ્રામ, ગાગવા, શાપર, કનસુમરા તથા સંચાણા ગામે કૃષિ મંત્રી રાઘવજી પટેલનો સ્વાગત સમારોહ યોજાયો હતો. જ્યાં લોકોએ કૃષિમંત્રી રાઘવજીભ પટેલને પુષ્પગુચ્છ, મોમેન્ટો તથા શાલ ઓઢાળી સન્માનિત કર્યા હતાં. આ તકે મંત્રી રાઘવજી.પટેલે સન્માન બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોના વ્યવહારમાં, કામમાં તથા વ્યક્તિગત બાબતોમાં પણ તમામ રીતે મદદરૂપ થવા તથા શક્ય તે તમામ સહકાર આપવા ખાતરી આપી હતી. મંત્રીએ ઉપસ્થિત લોકોને વર્ષો જૂના પડતર પ્રશ્નોનો ક્રમવાર ઉકેલ લાવવામાં આવશે તેમજ વ્યક્તિગત, સામાજિક સહિતના તમામ પ્રશ્નોના નીકાલ માટે હંમેશા તત્પર રહીશ તેમ ઉમેર્યુ હતુ. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન પ્રવિણસિંહ, જિલ્લા મંત્રી કુમારપાલસિંહ, દિલીપસિંહ ચુડાસમા, કિસાન મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય વિપુલસિંહ જાડેજા, વિઠ્ઠલભાઇ કણઝારીયા, સરપંચ ઓ, સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...