તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જામનગરમાં અડધો કલાકનો આતંક:ભાસ્કરની ઓફિસે આવી પરિણીતાએ કાળજુ કંપાવનારી આપવિતી કહી, હર્ષે છાતીમાં પાટુ મારી પછાડી, સાથળની બાજુમાં પાટા માર્યા, હોઠ પર બચકું ભર્યું, કપડાં ફાડ્યાં

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ‘દિવ્ય ભાસ્કર’ની ઓફિસે આવીને વેદના ઠાલવતી યુવતી
  • મારો 3 વર્ષનો દીકરો હર્ષ પાસે હતો એટલે મેં તેના પગ પકડી લીધા
  • પણ તેણે ઝાપટો મારી, મારા કપડાં ફાડ્યા
  • જામનગરમાં ભરબપોરે પોલીસકર્મીની પત્ની સહિત 3 શખ્સોએ આડાસંબંધની શંકાથી ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો

‘મારૂ નામ જૂલી છે અને જામનગરમાં રહું છું. ગુરૂવારે બપોરે લગભગ અઢી વાગે મારા ઘરની ડોરબેલ રણકી. મારા ઘરમાં સેફ્ટી ડોર હોવાથી બારણું ખોલાવવા માટે ‘કલેકટર ઓફિસમાંથી તમારા માટે કાગળ આવ્યો છે’ એવું બહાનું બતાવ્યું. મેં બારણું ખોલ્યું તો સંગીતા, તેનો ભાઈ હર્ષ અને એક અજાણ્યો યુવક જબરદસ્તીથી અંદર ઘૂસી ગયા. મને ધક્કો મારીને ડાઈનિંગ ટેબલ પર પછાડી દીધી. સંગીતા મને લાફા મારવા માંડી અને તું મારા પતિ સાથે સંબંધ રાખે છે એવું કહીને હુમલો કરી દીધો. એના ભાઈ હર્ષે મારા ત્રણ વર્ષના દીકરાને પોતાના કબજામાં લઈ લીધો એટલે હું લાચાર થઈ ગઈ, દીકરા માટે હું હર્ષના પગમાં પડી, પણ એણે મને છાતીમાં પાટુ મારીને પછાડી દીધી, અપશબ્દો કહ્યા અને મારા સાથળની બાજુમાં પાટા પણ માર્યા. મારો મોબાઈલ ખેંચી લીધો, એમાંથી નંબર્સ ડિલિટ કરી નાખ્યા. સંગીતા સાણસી અને દસ્તો લઈ આવી અને કહ્યું કે, તારુ માથું ફોડી નાંખીશ.

હોઠમાં દાંત બેસાડી દીધા
હોઠમાં દાંત બેસાડી દીધા

એના ભાઈ હર્ષે મારા હોઠ પર બચકુ ભર્યું, કપડાં ફાડી નાખ્યા. મને ખુરશીમાં બેસાડીને કાનમાં ઝાપટો મારી, સંગીતાએ મારા કપડા કાઢીને બેડરૂમમાં અથવા બહાર લઈ જવાનું એના ભાઈને કહ્યું. એટલીવારમાં મારા પપ્પા આવી જતા ત્રણેય સીડી ઉતરીને ભાગી ગયા, હું બેહોશ જેવી થઈ ગઈ હતી. એ જ સાંજે એ લોકોએ મારા પપ્પા અને પતિને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ, ઘરમાં ઘૂસીને આટલું કર્યા પછી સમાધાન શેનું ? મેં ફરિયાદ નોંધાવી દીધી છે પણ, 48 કલાક પછી પણ પોલીસે હજુ એની ધરપકડ કરી નથી. મારા પર હુમલો કરનારી સંગીતાનો પતિ પોલીસમાં છે કદાચ, પોલીસ એટલે જ મને યોગ્ય સહકાર આપતી નથી.’ (પીડિતાની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચે એ ધ્યાનમાં રાખીને તેનું નામ બદલાવ્યું છે.)

ચહેરા પર નખ માર્યા
ચહેરા પર નખ માર્યા

જામનગરના એક વિસ્તારમાં રહેતી 28 વર્ષિય નોકરિયાત પરિણીતાના ઘરમાં ઘૂસીને એક મહિલા સહિત ત્રણ શખસોએ ભરબપોરે આતંક મચાવ્યો હતો. આ પરિણીતા શનિવારે સવારે ‘દિવ્ય ભાસ્કર’ની ઓફિસે દોડી આવી હતી અને પોતાની આપવિતી સંભળાવી ન્યાય અપાવવા ધા નાંખી હતી. આડાસંબંધની ખોટી શંકાથી અડધો કલાક જે શારીરિક-માનસિક અત્યાચાર પોતે સહન કર્યો એની વેદના તેણે ભાસ્કરની ઓફિસે આવીને ઠાલવી હતી. શું થયું હતું એ બપોરે ? વાંચો એ યુવતીના જ શબ્દોમાં… !

હાથ પર બચકા ભર્યા
હાથ પર બચકા ભર્યા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો