તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:એક સમયે જ્યાં કોરોનાના 2500 દર્દી દાખલ હતા, ત્યાં હવે ફક્ત 135 દર્દી જ સારવાર હેઠળ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારથી કેન્ટીનવાળી જગ્યામાં ચાલુ કરાયેલી ફ્લૂ ઓપીડી બંધ કરી દેવાઈ

કોરોના જ્યારે વિદાય તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ નિરાંતના વાદળા ફરી રહ્યા છે. એક સમયે હોસ્પિટલમાં ગંભીર પ્રકારના કોરોનાના 2500 ઉપરાંતના દર્દીઓ દાખલ હતા ત્યાં હવે ફક્ત 135 દર્દીઓ જ દાખલ છે. જેના કારણે અનેક વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. મંગળવારથી કોરોના હોસ્પિટલની આગળ શરૂ કરવામાં આવેલી ફ્લૂ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે જે કોરોનાની વિદાયના સંકેત આપે છે.જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ફાટી નીકળ્યો હતો ત્યારે આજુબાજુના જિલ્લાઓમાંથી પણ કોરોનાના દર્દીઓનો પ્રવાહ જામનગર તરફ વળ્યો હતો જેના કારણે જામનગરની જી.જી. હોસ્પિટલની હાલત ખરાબ થઈ ગઈ હતી.

એક સમયે અહીં ન આવવા કલેક્ટરે અપીલ કરવી પડી હતી. ફક્ત 2500 ઉપરાંતના ગંભીર કોરોનાના ઓક્સિજન અને વેન્ટિલેટરવાળા દર્દીઓ અહીં દાખલ હતા, એમ્બ્યુલન્સોના થપ્પા લાગ્યા હતા અને દર્દીઓ રસ્તા પર સારવાર લેતા હતા તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. દરમિયાન છેલ્લા એક મહિનાથી કોરોનાના વળતા પાણીથી હોસ્પિટલને રાહત મળી છે. હાલ ફક્ત 135 દર્દીઓ જ કોરોના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેમાં મોટાભાગનાની તબીયત સુધારા પર છે. જેના કારણે હોસ્પિટલના વોર્ડ ખાલીખમ થઈ ગયા છે. જૂની કેન્ટીનવાળી જગ્યા પર જ્યાં ઓપીડી ચાલુ કરવામાં આવી હતી તે પણ મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે.

24 કલાકમાં કોરોનાથી 3 દર્દીના મોત, 9 કેસ
જામનગરમાં કોરોના અંતભણી ગતિ કરતા છેલ્લાં 24 કલાકમાં ફકત 9 કેસ નોંધાયા છે તો 3 દર્દીના મોત નિપજયા છે. મંગળવારે શહેરમાં 6 અને જિલ્લામાં ફકત 3 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં 13 અને જિલ્લામાં 6 મળી કુલ 18 દર્દીએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...