આવેદન:જામનગરના વોર્ડ નં.12માં 8 હજાર અસરગ્રસ્તોમાંથી માત્ર 800 ને જ સહાય !

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા.3800ની સહાય મશ્કરી સમાન: કોંગ્રેસી કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું

જામનગર શહેરના વોર્ડ નં.12 નગરસીમ વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોમાં પુર પ્રકોપના કારણે થયેલી જાનમાલની નુકસાની છતાં પણ તંત્ર દ્વારા સર્વે કરી 10 ટકા જેટલા જ પરિવારોને સહાય મળેલી છે જે મશ્કરી સમાન હોવાનું જણાવી પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું છે.જામનગર શહેરના વોર્ડ નં.12 નગરસીમ વિસ્તારમાં જેમાં ઘાંચીની ખડકી, ઘાંચીવાડ વિસ્તાર, ગુજરાતી વાડ, પટ્ટણીવાડ, બન્યો ખાટકીવાડ, વ્હોરાવાડમાં પુરના પાણી ઘૂસી ગયા હતા. આશરે 8થી 10 હજાર પરિવારોને નુકસાની થઈ હતી જેમાં 100 કરોડથી વધુની નુકસાનીનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

બે લોકોના મૃત્યુ પણ થયા હતા. જ્યારે અનેક ઘરો ધરાશાયી પણ થયા હતા.અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા સર્વે કરી 8 હજારથી વધુ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. પરંતુ 60 દિવસથી વધુ દિવસ વીતી જવા છતાં 10 ટકા જેટલા લોકોને જ માત્ર રૂા.3800ની સહાય મળી છે જે મશ્કરી સમાન હોવાનું જણાવી તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને વળતર ચૂકવી આપવા તંત્રને આવેદનપત્ર વોર્ડ નં.12ના પૂર્વ વિરોધ પક્ષના નેતા અસલમ ખીલજી તથા અન્ય નેતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. અન્યથા જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...