કોર્ટનો નિર્ણય:જામનગરના આસામીને ચેક પરતના કેસમાં 6 માસની કેદ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીને વળતર ચૂકવવા પણ આદેશ
  • 2.5 લાખ રૂા. ઉછીના લઇ ચેક આપ્યો હતો

જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે 6 મહિનાની કેદ તથા ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. જામનગરના યોગેશ્વરનગર-૧માં રહેતા નરેન્દ્રભાઈ કેશવજીભાઈ પરમાર નામના આસામીએ નાણાની જરૃરિયાત ઉભી થતા ઉષાબેન બી. રાઠોડ પાસેથી રૃપિયા 2 લાખ 5 હજાર હાથ ઉછીના લીધા હતા. તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

જે ચેક અપૂરતા નાણાના ભંડોળના શેરા સાથે બેંકમાંથી પરત ફરતાં ઉષાબેને અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ અન્વયે અદાલતમાં આરોપી નરેન્દ્ર પરમારે બચાવ લીધો હતો કે, ઉષાબેન પાસેથી તેણે કોઈ રકમ હાથઉછીની લીધી નથી, ચેક સિકયુરિટી પેટે આપ્યો હતો. તેની સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી નરેન્દ્ર કેશવજી પરમારને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા તથા રૂા.2 લાખ 60 હજારની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...