શુભેચ્છા મુલાકાત:આસામના મુખ્યમંત્રી ડો.હેમંત બીશ્વાએ જામનગરની મુલાકાત લીધી, સર્કિટ હાઉસ ખાતે આસામ ડેવલોપીંગની ચર્ચા કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાગીયા સન્સ પ્રા.લી ના એમડી તેમજ કર્મચારીઓ સાથે ખાસ ચર્ચા કરી
  • પોરબંદરના માધવપુરના મેળાને લઈ આસામના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે

આસામના મુખ્યમંત્રી ડો.હેમંત બીશ્વા હાલ ગુજરાતની મુલાકાતે છે. પોરબંદરમાં આયોજીત માધવપુરના

મેળામાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ડો.હેમંત બીશ્વા આવ્યાં છે. ત્યારે જામનગરની પણ મુખ્યમંત્રી હેમંત બીશ્વાએ મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે આસામ ડેવલોપીંગને લઈ ચર્ચા કરી હતી. ગુજરાતીઓ આસામમાં રોજગારી માટે આવે તેવી પણ વાતચીત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જામનગરના જાણીતા બિલ્ડર અને ગાગીયા સન્સ પ્રા.લી ના એમડી ભાવેશ ગાગીયા સહિત કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આસામના મુખ્યમંત્રી ડો હેમંતા બીશ્વાએ જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે એક દિવસનું રાત્રિ રોકાણ કર્યું હતું. જિલ્લાના ગાગીયા સન્સ પ્રા.લિ એમડી ભાવેશ ગાગીયા સહિતના કંપનીના કર્મચારીઓએ આસામના મુખ્યમંત્રી ડો.હેમંતા બીશ્વા શર્મા સાથે આસામના ડેવલોપીંગ વિશેની ચર્ચા કરી હતી. તેમજ અમુક મુદ્દા પર વિસ્તૃત માહિતી મેળવી હતી. આગામી દિવસોમાં ગાગીયા સન્સ પ્રા.લી આસામમાં ડેવલોપીંગ માટે રૂપરેખા તૈયાર કરી છે, તેવી આસામના મુખ્યમંત્રી હેમંતા બીશ્વા શર્મા સાથેની શુભેચ્છા મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...