તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:4000 કારખાનાના કારીગરોને ઉપયોગી દરેડ GIDCને જોડતો માર્ગ ડામર કરો, લાલપુર બાયપાસ ચોકડી પરથી પસાર થવું પડતા અકસ્માતનો ખતરો

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં 4000 કારખાનાના કારીગરોને ઉપયોગી દરેડ ઔધોગિક વસાહતને જોડતો ડી.પી. રોડ ડામર માર્ગ બનાવવા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. રોડના અભાવે લાલપુર બાયપાસ ચોકડી પરથી પસાર થવું પડતા કારીગરો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. રોડ બનાવવા ઘણાં વર્ષોથી જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.એ રજૂઆત કરી છે પણ મહાનગરપાલિકા મૌન સેવી રહી છે. દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશને કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મયુર ટાઉનશીપથી દરેડ ઔધોગિક વસાહતને જોડતો ડીપી રોડ ખૂબજ મહત્વનો છે. કારણ કે, હાલ દરેડ ઔધોગિક વસાહતમાં 4000 કારખાના છે. જેમાં મોટી સંખ્યામાં કારીગરો કામ કરે છે.

આથી કારીગરો લાલપુર બાયપાસ ચોકડી થઇને આવે છે. જેના પરિણામે સવારે અને સાંજે બાયપાસ ચોકડી પર ટ્રાફીક જામના કારણે એક કલાકનો સમય લાગે છે તો છાશવારે અકસ્માતો પણ થાય છે. આથી જો ટાઉનશીપથી દરેડ ઔધોગિક વસાહતને જોડતો ડી.પી રોડ બનાવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થાય અને અકસ્માતનું પ્રમાણ પણ ઘટે તો અંતર ઘટતા સમય અને નાણાંનો બચાવ થાય. આ છતાં મહાનગરપાલિકા કોઇ કાર્યવાહી ન કરતા તાકીદની અસરથી ડી.પી. રોડ ડામર બનાવવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો