• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Ashavarkar Sisters As Well As Facilitator Sisters Along With MLA Vikram Madam In Khambhaliya Presented Their Demands To The Collector.

આવેદનપત્ર:ખંભાળિયામાં ધારાસભ્ય વિક્રમ માડમની સાથે આશાવર્કર બહેનો તેમજ ફેસીલીટેટર બહેનોએ પોતાની પડતર માંગણી સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરી

જામનગરએક મહિનો પહેલા
  • પગાર ચૂકવણી સહિત ફિક્સ પગાર, કાયમી નોકરી જેવા અનેક મુદ્દે આશાવર્ક બહેનોએ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું
  • વિક્રમ માડમે કહ્યુ આ મુદ્દો મારા હાથમાં આવ્યો છે અને મારા હાથમાં આવ્યાં પછી કોઈના બાપની તેવડ નથી કે કોઈ કોઈનો હક છીનવી શકે

દેવભૂમિદ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનો તેમજ ફેસીલીટેટર બહેનો સાથે ધારાસભ્ય વિક્રમ માડમ કલેકટર કચેરી આશા વર્કર બહેનોની વિવધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

કલેક્ટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આશા વર્કર બહેનો પોતાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચી હતી. પગાર વધારાની માંગ સહિતની પડતર માંગોને લઈ અનેક વખત રજૂઆતો છતા કોઈ નિરાકરણ ન આવતા બહેનો સાથે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પણ કલેક્ટર કચેરી પહોંચી ફરી એકવાર રજૂઆત કરી હતી. આશાવર્કર બહેનોએ સૂત્રોચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ચૂંટણી સમયના તેમજ કોરોના કાળ સમયના પડતર પ્રશ્નો અને પગાર ચૂકવણી સહિત ફિક્સ પગાર, ફિક્સ ટાઈમ કાયમી નોકરી જેવા અનેક મુદ્દે કરી આશાવર્ક બહેનોએ રજૂઆત કરી હતી.

આ તકે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, આ મુદ્દો મારા હાથમાં આવ્યો છે અને મારા હાથમાં આવ્યાં પછી કોઈના બાપની તેવડ નથી કે કોઈ કોઈનો હક છીનવી શકે. સરકાર કાયદો ગમે તે બનાવે પરંતુ કાયદામાં જે આ બહેનોનો અધિકાર છે તેને કોઈના બાપની તાકાત નથી કે કોઈ છીનવી લે. વધુમાં જણાવ્યું કે, તમારા બાપાની પેઢી નથી. આ લોકોનો અધિકાર છે, તેઓ રેલી પણ કરશે અને આંદોલન પણ કરશે. તેમ છતા જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો ગુજરાતમાં ક્યાં લડત કરવી અને વિધાનસભામાં મારે શું કરવુ તે મને ખબર છે અને તે પણ કરીશ.

વિક્રમ માડમે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશાવર્કર બહેનોને જે એરયન્સનો પ્રશ્ન છે. તે છેલ્લા દોઢ વર્ષથી આ બહેનોને જે રૂપિયા ચૂકવવાનો હોય છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવ્યાં નથી. કોરોના કાળમાં આ બહેનો એ ઉમદા કામ કર્યુ છે. કેટલીય બહેનોને કોરોના પણ થયો છે. તેમ છતા સરકારે આ બહેનોને પૈસા ચૂકવ્યાં નથી. મહિના 500 અને 1000 રૂપિયા જ આપવાના હોય છે તે પણ સરકાર સમયસર નથી આપતી ત્યારે આ ગરીબ લોકોનું શોષણ થાય છે. તેમજ ઘણા અધિકારીઓ નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી પણ આપે છે. આ બધુ બંધ થવુ જોઈ એટલા માટે અમે આ આશાવર્કર બહેનોના પ્રશ્નને લઈ કલેક્ટરનું ધ્યાન દોર્યુ છે અને આવેદન પત્ર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...